કાલોલના બોરું ગામેથી શકાસ્પદ ગૌમાંસના જથ્થા સાથે એક ઈસમ ઝડપાયો

કાલોલ,(પંચમહાલ) મુસ્તુફા મીરઝા :-

કાલોલ તાલુકાના બોરુ ગામેથી શંકાસ્પદ ગૌમાંસના જથ્થા સાથે એક ઈસમ ઝડપાતા ગૌમાંસ મુદ્દે પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જે ઘટના અંગે કાલોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદની વિગતો મુજબ કાલોલ પોલીસને બાતમી મળી હતી કે બોરૂ ગામે સરા ફડીયામાં રહેતો ઇદાયતખાન મહેબૂબખાન પઠાણ તેના રહેણાંક મકાનમાં બીજા માળ ઉપર કટ કરેલ ગૌમાંસનો જથ્થો રાખી થેલીઓમાં ભરીને છૂટક વેચાણ કરતો હોવાની બાતમીને આધારે પોલીસે બોરુ ગામમાં બાતમીવાળા ઇસમના ઘરે તપાસ કરતાં તેના મકાનના બીજા માળે આવેલા એક રૂમના વિમલનાં થેલામાંથી પ્લાસ્ટિકની અલગ અલગ થેલીઓમાંથી કુલ ૨૧ કિલો જેટલા શંકાસ્પદ માંસનો જથ્થો મળી આવ્યો હતો જે માંસ અંગે ઇદાયતખાન મહેબૂબખાન પઠાણની પુછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ મળેલ ન હતો અને પોતે તેનો વેંચાણ તેને કરવા સારું લાવ્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે શંકાસ્પદ માંસને આધારે જરૂરી તજવીજ હાથ ધરી અંદાજીત રૂ. ૪૮૩૦ મુજબ ૨૧ કિલો માંસનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ શંકાસ્પદ માંસનો જથ્થો ગૌમાંસ છે કે અન્ય કોઈ તે માટે કાલોલના વેટરનરી તબીબ દ્વારા જરૂરી સેમ્પલ એફ.એસ.એલ માટે મોકલી આપીને બાકીના જથ્થાનો નાસ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બોરું ગામમાંથી અવારનવાર ગૌમાંસ ઝડપાયું હોવાથી ફરી એકવાર શકાસ્પદ માંસનો જથ્થો મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here