કાયદાનું ઉલ્લંઘન કરી રહેલા લોકો સામે તિલકવાડાં પોલીસ ની લાલ આંખ : હેલ્મેટ લાઇસન્સ વિના ફરી રહેલા 23 ને મેમો ફટકારવામાં આવ્યો

તિલકવાડા,(નર્મદા)
વસીમ મેમણ

તિલકવાડા પોલીસ સ્ટેશનના P.S.I એમ.બી વસાવા સાહેબ ના માર્ગદર્શન હેઠળ અને A.S.I બળવંતભાઈ ની દેખરેખ માં તિલકવાડાં તાલુકાના વિવિધ વિસ્તારોમાં કાયદાનું ઉલ્લંઘન કરી રહેલા લોકો સામે તિલકવાડા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તિલકવાડાં પોલીસ દ્વારા કાયદા નું પાલન કરવા અને માસ્ક પહેરવા તેમજ સોસિયલ ડિસ્ટન્સ જાળવવા માટે વારંવાર જણાવવામાં આવે છે તેમ છતાં કેટલાક લોકો સંપૂર્ણ બેદરકારી કરતા જોવા મળી રહ્યા છે એવા લોકો સામે તિલકવાડાં પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે.

ગતરોજ તિલકવાડા તાલુકાના ગેગડીયા ચોકડી ત્રણ રસ્તા પાસે કાયદાનું ઉલ્લંઘન કરી રહેલા લોકો સામે તિલકવાડા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી ગેગડીયા ચોકડી ત્રણ રસ્તા પાસે તિલકવાડાં પોલીસ નો કાફલો ઉતરી પડતા વાહન ચાલકો માં નાશ ભાગ મચી જવા પામી હતી તિલકવાડા પોલીસ દ્વારા એક જ દિવસમાં હેલ્મેટ.લાઇસન્સ.વિના મોટર સાઇકલ ચલાવના 23 લોકોને કાયદેસરનો મેમો ફટકારવામાં આવ્યો તે ઉપરાંત રીક્ષા માં ચાર થી વધુ માણસો બેસાડી આવતા રીક્ષા ચાલક વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી અને માસ્ક વિના ફરી રહેલા એક વ્યક્તિ ને કાયદેસર નો દંડ ફટકારવામાં આવ્યો તિલકવાડાં પોલીસ નો કાફલો ગેગડીયા ચોકડી ત્રણ રસ્તા પર ઉતરી પડતા વાહન ચાલકો માં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here