આજ રોજ સાંજના આશરે પાચ વાગીયાના આસપાસ છોટા ઉદેપુર નગરના પાંજરાપોળ વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટા ઉદેપુર નગર ના ફોરેસ્ટ નર્સરી ની સામે આવેલાં પાંજરાપોળ વિસ્તારમાં રાજ ટ્રેડર્સ નામે લોખંડ, પ્લાસ્ટિક વગેરે ભંગાર ખરીદી કરતાં વેપારી નું ગોડાઉન આવેલ છે. આજરોજ અગમ્ય કારણોસર પ્લાસ્ટિક ભંગાર ના ગોડાઉન માં આગ લાગી હતી. એકાએક લાગેલી આગ થી પ્લાસ્ટિક નો ભંગાર સરસામાન ભડભડ સળગવા લાગ્યો હતો જૉકે છોટા ઉદેપુર ફાયરબ્રિગેડ ને જાણ કરાતા તાત્કાલિક ત્રણેય ફાયર ફાઇટર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આશરે ત્રીસ થી ચાલીશ મિનિટ બાદ આગ ને કાબુ માં લેવાઈ હતી. આસપાસ રહેણાંક વિસ્તાર હોવાથી પ્રજા ના જીવ તાળવે ચોંટયા હતા. રહેણાંક વિસ્તાર માં આગ લાગતાં લોક ટોળા ઘટના સ્થળે ભેગા થયા હતા. સાતે સાતે એક મકાન પળ બળી ને ખાક થઇ ગયો હતો. સદનસીબે કોઇ જાનહાનિ થઈ નહોતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here