ઉદલપુર ગામે મહાલક્ષ્મી પેટ્રોલ પંપે વનવિભાગ અને ફ્રેંડ્સ ઓફ એનિમલ્સની ટીમ દ્વારા પાંચ ફૂટનો મગર ઝડપાયો

કાલોલ, (પંચમહાલ)-મુસ્તુફા મિર્ઝા :-

સોમવારના રોજ ગોધરા તાલુકાના ઉદલપુર ગામે ફાટક નજીક એક પેટ્રોલ પમ્પ આવેલ છે. લગભગ 12:30 કલાકે ફ્રેંડ્સ ઓફ એનિમલ્સના સભ્ય રામસિંહભાઈનો NGOના પ્રમુખ પ્રહલાદભાઈ પરમાર પર ફોન આવ્યો કે નર્મદા મેજર કેનાલમાંથી એક પાંચ ફૂટનો અને અંદાજે 150 કિલો વજન ધરાવતો મગર બહાર આવી ગયો છે. પ્રહલાદભાઈએ ગોધરાના ફોરેસ્ટર સંદીપભાઈ પરમારને જાણ કરી હતી. અને ટીમમાંથી રામસિંહભાઈ અને કૌશિકભાઈને મોકલી આપ્યા હતા. વનવિભાગમાંથી સંદીપભાઈ અને તેમની ટીમ સાથે આવી હતી. લગભગ ત્રણ કલાકની ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરવામાં સફળતા મળી હતી. રેસ્ક્યુ કર્યા બાદ તેનું પ્રાથમિક તપાસ કરી વનવિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here