આર્મી ભરતી પૂર્વે પંચમહાલ જિલ્લાના યુવાનો માટે જિલ્લા રોજગાર કચેરી દ્વારા ખાસ ઝુંબેશ

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

આર્મી રીક્રુટમેન્ટ ઓફીસ અમદાવાદના નોટીફીકેશન મુજબ આગામી તા ૧૫.૧૦.૨૦૨૨ થી તા.૦૮.૧૧.૨૦૨૨ દરમિયાન ગુજરાત યુનિવર્સીટી સ્પોર્ટ કોમ્પલેક્ષ, નવરંગપુરા, અમદાવાદ ખાતે લશ્કરી (અગ્નીવીર)ની ભરતી રેલી યોજાનાર છે ,જેમા ભાગ લેવા માટે www.joinindianarmy.nic.in ની વેબસાઈટ પર તા ૦૩.૦૯.૨૦૨૨ સુધી ઓનલાઈન અરજી કરવાની રહેશે. માત્ર ઓનલાઈન અરજી કરેલ ઉમેદવારો એડમીટ કાર્ડ મેળવ્યા બાદ ભરતી રેલીમા ભાગ લઈ શકશે.ભરતી રેલીમા પંચમહાલ જીલ્લાના ઉમેદવારો સારો દેખાવ કરી શકે તે માટે જીલ્લા રોજગાર વિનિમય કચેરી, ગોધરા-પંચમહાલ દ્વારા પંચમહાલ જીલ્લાના યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારો માટે ભરતી પૂર્વેની ૩૦ દિવસની નિવાસી તાલીમવર્ગ સપ્ટેમ્બર ૨૦૨૨ મા શરુ કરવાનું આયોજન છે.

જેમાં ઉમેદવારોને ભરતી પુર્વે શારીરીક અને લેખીત પરીક્ષા અંગે તજજ્ઞ વકતા દ્વારા વિના મુલ્યે તાલીમ આપવામા આવશે.તાલીમ જોડાનાર ઉમેદવારોને રહેવા અને જમવાની સુવિધા અને સ્ટાઈપન્ડ અને સાહીત્ય વિના મુલ્યે આપવામા આવશે.

તાલીમમા જોડાવા રસ ધરાવતા ૧૭.૫ થી ૨૩ વર્ષ (તા.૦૧/૧૦/૧૯૯૯ થી તા.૦૧/૦૪/૨૦૦૫ વચ્ચે જન્મ) સુધીના અને ધો.૧૦ પાસ ૪૫ ટકા સાથે પાસ કરેલ અપરણીત ઉમેદવારોએ સંમતીપત્ર સાથેનુ નિયત અરજી ફોર્મ તા.૨૬.૮.૨૦૨૨ સુધિ જમા કરાવવાનુ રહેશે. (જેનું તાલીમ મેળવવા માટેનું ફોર્મ ભરવાનું બાકી હોય તે ઉમેદવાર સીધા પ્રિસ્કુટીનીના સ્થળે પણ ફોર્મ ભરી શકશે.) એસ.આર.પી. ગૃપ-૫ ગોધરાના મેદાનમાં તા.૨૯/૦૮ /૨૦૨૨ના રોજ સવારે-૮.૦૦ કલાકે જરૂરી ડોકયુમેન્ટ જેમ કે અગ્નિવીર ભરતી માટેનુ ઓનલાઈન ભરેલ અરજી ફોર્મની નકલ ધો-૧૦ની માર્કશીટ, એલ.સી, જાતીનો દાખલો, ડોમીસાઈલ પ્રમાણપત્ર, આધાર કાર્ડ, બેંકની પાસબુક નકલ, રોજગાર કચેરીનું નોંધણી કાર્ડ અથવા અનુબંધમ પોર્ટલ પર નોંધણી કરાવેલ જોબસીકર નંબર તેમજ પાસપોર્ટ સાઈઝના ૦૨ ફોટા સાથે રૂબરૂ પસંદગી પ્રક્રિયામાં હાજર રહેવું. ઉમેદવારોને લેખીત અને શારીરિક તાલીમ આપી શકે તેવા પીટી ગણીત, વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, અંગ્રેજી અને કોમ્યુટર વિષયના શિક્ષક કે ફેકલ્ટી પણ જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ગોધરા ને બાયોડેટા અને શૈક્ષણીક લાયકાત /અનુભવના પ્રમાણપત્ર સાથે અરજી કરી શકશે.

લશ્કરી (અગ્નીવીર)ભરતીમા પાસ થવા તેમજ મેરીટમા આવવા માટે ઉમેદવારોએ ૧૬૦૦ મીટર દોડ ૫.૩૦ મીનીટમાં દોડવી ફરજીયાત છે. તેમજ ૧૦ પુલઅપ્સ ફૂટનો લાંબો કુદકો કરવાનો હોય છે. ઉમેદવારની ઉંચાઈ ૧૬૮ સેમી કે તેથી વધુ હોવી જોઈએ (અગ્નિવીર કલાર્ક સ્ટોરકીપર, ટેકનીકલ તથા ઇન્વેન્ટરી મેનેજમેન્ટ માટે હાઇટ-૧૬૨ અને ૧૦ +૨ (૧૨ પાસ) કોઇપણ પ્રવાહમાં ૬૦ ટકા કે તેથી વધુ અને ઇન્ગીશ,મેથ્સ,એકાઉન્ટ કે બુક કિપીંગમાં-૫૦ માર્કસ કે તેથી વધુ હોવા જોઇએ) તેમજ ૫૦ કે કી.ગ્રા વજન અને ૭૭ થી ૮૨ સે.મી છાતી હોવી જરૂરી છે. શારીરિક પરીક્ષા અને મેડીકલ પાસ કરનાર ઉમેદવારોને લેખીત પરીક્ષા માટે અમદાવાદ બોલાવવામા આવશે,તમામ પરીક્ષા અને ડોકયુમેન્ટ વેરીફીકેશન બાદ ભરતી કરવામા આવશે .વધુ ભરતીને લગતા ડોકયુમેન્ટ અને પ્રોસીઝર માહીતી માટે ઉમેદવારોએ www.joinindianarmy.nic.in પર નુ નોટીફીકેશન જોવા તેમજ જિલ્લા રોજગાર વિનિમય કચેરી,ગોધરા નો રુબરુ અથવા તેની હેલ્પલાઈન નંબર ૬૩૫૭૩૯૦૩૯૦ પર સંપર્ક કરવા રોજગાર અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here