આનર્તના અવધૂત પ.પૂ.શ્રી દેવશંકર બાપા (ગુરુ મહારાજ)ની ૪૫મી પુણ્યતિથિની ઉજવણી કરાઇ

સિદ્ધપુર, (પાટણ) આશિષ આર પાધ્યા :-

પવિત્ર સલિલા સરસ્વતી નદીના પૂર્વ કિનારે સ્વયંભૂ શ્રીઅરવડેશ્વર મહાદેના સાનિધ્યમાં આનર્તના અવધૂતસમા સંત શ્રીદેવશંકર બાપા(ગુરુ મહારાજ)એ અંગે કૌપીન વસ્ત્ર ધારણ કરી પચાસ વર્ષ સુધી શિવ ઉપાસના,ગાયત્રી મંત્ર થકી વેદમાતા ગાયત્રીની ઉપાસના,શ્રીવિષ્ણુસહસ્ત્રના પાઠનું પઠન,વેદમતા શ્રી સરસ્વતિની વંદના-આરાધના કરી હતી.આ તપના બળ અને શક્તિ થકી આ સમગ્ર ભૂમિની આસપાસના વાતાવરણમા આજેય પણ દેવભૂમિ જેવી મનને શાંતિ અને ચિત્તને એકાગ્રતાનો અનુભવ થતો જોવા મળે છે.
પૂજ્ય શ્રીદેવશંકર ગુરુમહારાજ આજથી ૪૫વર્ષ પહેલા માગશર વદ અગિયારસને તા. ૦૫/૦૧/૧૯૭૮ ને ગુરુવાર ના દિવસે બ્રહ્મલીન થયા હતા.આજરોજ તેમની પાવન પુણ્યતિથિના દિવસે પૂજ્ય બાપાના આશ્રમે વહેલી સવારે મહાપુજા, સોઢષોપચાર મંત્ર પુષ્પાંજલિ,બાપાની પાદુકા પૂજન,પાઠાત્મક લગુરુદ્ર,નવચંડી યજ્ઞ,મહા આરતી જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.આ મહાપુજાના .આચાર્ય પદે વિક્રમભાઈ પંચોલી અને વિદ્વાન બ્રાહ્મણોના વૈદિક મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ અલૌકિક અને દિવ્ય બની જવા પામ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here