આજ રોજ જિલ્લામાં બાસ્કા-હાલોલ, કાલોલ, અડાદરા અને મોરવા રેણા ખાતે કિસાન સન્માન દિવસ નિમિત્તે કાર્યક્રમો યોજાશે

ગોધરા,(પંચમહાલ) ઈશહાક રાંટા :-

બાસ્કા, હાલોલ ખાતે વિધાનસભાના દંડકશ્રી પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન

પંચમહાલ જિલ્લામાં બાસ્કા-હાલોલ, કાલોલ, અડાદરા અને મોરવા (રેણા) ખાતે કિસાન સન્માન દિવસ નિમિત્તે પ્રજાલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉમા ભવન, બાસ્કા-હાલોલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ વિધાનસભાના દંડકશ્રી પંકજભાઈ દેસાઈની અધ્યક્ષતામાં સવારે 10.00 કલાકે યોજાશે. આ ઉપરાંત, મહાદેવ મંદિર, મોરવા (રેણા) ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી કુ. કામિનીબેન સોલંકી, કોમ્યુનિટી હોલ-કાલોલ ખાતે કાલોલ ધારાસભ્યસુશ્રી સુમનબેન ચૌહાણ, અડાદરા હાઈસ્કૂલ (અડાદરા-કાલોલ) ખાતે ગોધરા ધારાસભ્યશ્રી સી.કે.રાઉલજીની અધ્યક્ષતામાં જિલ્લાના ખેડૂતોને વિવિધ સહાયનું વિતરણ સાત પગલા ખેડૂત કલ્યાણના યોજના અંતર્ગત કરવામાં આવશે. કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત વિવિધ સબસ્ટેશનોનું લોકાર્પણ પણ આ કાર્યક્રમોમાં હાથ ધરવામાં આવશે. કાર્યક્રમ સ્થળે ઉપસ્થિતજનો મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના મુખ્ય કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળી સહભાગી થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here