આજથી ચૈત્રી નવરાત્રીનું પ્રારંભ પાવાગઢમાં મંદિરમાં છોલેલા શ્રીફળ લઈ જવા પર પ્રતિબંધ

હાલોલ, (પંચમહાલ) ચારણ એસ વી :-

પંચમહાલ જિલ્લામાં આવેલ પાવાગઢ શ્રી મહાકાલી મંદિરના પરિસર નવીન બન્યા બાદ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ મહાકાળી મંદિરના શિખર પર ૫૦૦ વર્ષ બાદ ધ્વજારોહણ કર્યું હતું શ્રી મહાકાલી પાવાગઢ મંદિર નવી કરણ થયા બાદ પહેલી ચૈત્રી નવરાત્રી હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ માતાજીના દર્શને આવશે ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા છોલેલા શ્રીફળને મંદિરમાં લઈ જવા પર પ્રતિબંધ હોવાથી મંદિરના સિક્યુરિટી ગાર્ડ દ્વારા યાત્રાળુઓ પાસેથી પ્લાસ્ટિક કે છોલેલા નારિયેળનું ચેકિંગ કરીને મંદિરમાં પ્રવેશ કરવા દેશે ચૈત્રી નવરાત્રી ને લઈને ૭૦૦ થી વધુ જવાનો પાવાગઢ ખાતે બંદોબસમાં ગોઠવવાશે સાથે ખાનગી વાહનો પર પ્રતિબંધ હોવાથી એસટી વિભાગ દ્વારા વધુ ૬૦,બસ મૂકીને કંટ્રોલરૂમ ઊભા કરીને યાત્રાળુઓને સુવિધાઓ પૂરી પાડવામાં આવશે પાવાગઢ મહાકાળી મંદિર ચૈત્રી નવરાત્રીના પહેલા નોરતા હોવાથી ત્રણ લાખ કરતા વધુ માઇ ભક્તો દર્શન કરવા ઉમટશે તેવી શક્યતા લઈને મંદિરના ટ્રસ્ટ દ્વારા તમામ સુવિધાઓ સજ્જ બનીને યાત્રાળુઓને દર્શન કરવા માં કોઈ અગવડ ના પડે તેવી વ્યવસ્થા ઊભી કરી છે અગાઉ મંદિરમાં ભારે થતી હતી પરંતુ આ ચૈત્રી નવરાત્રીમાં મંદિર પરિસર નવીન બનાવતા હવે બે હજાર જેટલા યાત્રાઓ એક સાથે ઊભા રહીને માતાજીના દર્શન કરી શકશે પાવાગઢ મંદિર નવીન બનતા તે નવરાત્રિમાં ગત વર્ષ કરતાં ડબલ યાત્રાળુઓ ઉંમટશે તેવું અનુમાન છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here