બાબરાના ચમારડી ગામે છેલ્લા ૧૯ દિવસથી પડી રહેલા વરસાદના કારણે નાના પાકો નિષ્ફળ ગયા

મગફળી અને કપાસમાં પણ નુકશાની જવાની સંભાવના

ખેડુતોમાં ભારે દુ:ખની લાગણી જોવા મળી, ગયા વર્ષે ઉચા વરસાદના કારણે અને આ વર્ષે વધારે વરસાદના કારણે પાક નિષ્ફળ ગયા

હિરેન ચૌહાણ, બાબરા

સમગ્ર ગુજરાતમાં હાલ મેઘ રાજા રૂદ્ર સ્વરૂપ બતાવી રહ્યા છે. ત્યારે ખેતરોમાં ઉભા પાકને ભારે નુકશાન થય રહ્યું છે. સતત વરસાદના કારણે નાના પાકોને ભારે અચર થય જોવા મળી રહી છે. નાના પાકો નિષ્ફળ ગયા છે.

તસ્વીર

બાબરા તાલુકામાં છેલ્લા ૧૯ દિવસથી ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે. ખેતરોમાં સરવાણા ફુટી ગયા છે. ત્યારે આ વર્ષે નાના પાકો સાવ નિષ્ફળ ગયા છે. જેવા કે મગ,અડદ, તલ, ચોળી, તુવેર જેવા પાકો નિષ્ફળ ગયા છે. ત્યારે હાલ પડી રહેલા વરસાદના કારણે મગફળી અને કપાસના પાક પણ નિષ્ફળ જવાની સંભાવના ઉભી થઈ છે.

આજે અમારી ટીમે બાબરા તાલુકાના ચમારડી ગામે ખેડુત મિત્રો સાથે મુલાકાત કરી હતી. ચમારડી ગામે પડી રહેલા વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. કપાસ અને મગફળીના પાકોને ભારે અચર થઈ રહી છે. ખેડુત મિત્રોએ જણાવ્યું હતું કે, હવે બે-ત્રણ દિવસ વરસાદ પડશે તો મગફળી અને કપાસનો પાક સાવ નિષ્ફળ થશે. વધુમાં જણાવ્યું હતું કે, હાલ વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે અને ખેતરોમાં જવાતું પણ નથી. ઉભો પાક નજર સામે નિષ્ફળ જઈ રહ્યો છે. વરસાદ હવે બંધ નહિ થાય તો ખેડુતોની હાલત અતિ ખરાબ થવાની પણ સંભાવના દેખાઈ રહી છે. પાક નિષ્ફળ જવાના કારણે ખેડુતો દેવામાં ડુબવાની પુરે પુરો ભય છે.

ચમારડી ગામના ખેડુત પુત્રો દ્રારા સરકારશ્રીને અપીલ કરી છે કે, ખેડુતો સામે જુવે અને થોડી રાહત કરે જેથી ખેડુતો દેવાદાર બને નહી. આ વર્ષે ચમારડી ગામના ખેડુતોના નાના પાક ગણાતા મગ,અડદ, તલ જેવા પાકો સાવ ફેલ ગયા છે અને હવે મગફળી અને કપાસ પણ ફેલ થાય તેમ લાગી રહ્યું છે.

સતત ૧૯ દિવસથી પડી રહેલા વરસાદના કારણે ચમારડી ગામે નદી-નાળાઓમાં સતત પાણી વહી રહ્યા છે. ખેતરો માં જવાના તમામ માર્ગો ઉપર વરસાદનું પાણી ફળી વળ્યું છે. સતત પડી રહેલા વરસાદના કારણે ખેડુતોને મોટો અર્થિક ફટકો પડ્યો છે. મોઘુ બિયારણ ખરીદી કરી આકરી મહેનત કરી પાક પકવતા ખેડુતોના પાક નજર સામે વરસાદના કારણે ફેલ થતા ખેડુતોમાં નિરાશા વ્યાપી ગઈ છે. ત્યારે ચમારડી ગામના ખેડુત પુત્રો દ્રારા રાજ્ય સરકાર પાસે એટલી માગણી છે કે, સરકાર દ્રારા તાત્કાલિક સર્વે કરાવી ખેડુતોને જરૂરી સહાય કરે અને ખેડુતોને દાવામાં ડુબતા બચાવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here