અહો…સિદ્ધપુર શહેરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના બે એટીએમ આઉટ ઓફ સર્વિસ !

સિદ્ધપુર,(પાટણ) આંધીશ કુમાર પાધ્યા :-

જુના ગંજ બજાર સહિત આઉટસોર્સ એટીએમ બંધ હોવા અંગે બેંક અધિકારી અજાણ…!!

રાષ્ટ્રીયકૃત બેન્કોની સેવા ઓથી ગ્રાહકો પારાવાર હાડમારીઓ વેઠવી પડી રહી છે.યોગ્ય વહીવટ અને સંકલનના અભાવ નો ભોગ ગ્રાહકો બની રહ્યા છે.સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું જુના ગંજ બજાર નજીક આવેલુ ઓફ સાઈડ એટીએમ તેમજ સિવિલ થી ટાવર તરફ ના રસ્તા ઉપર આવેલું આઉટ સોર્સિંગવાળું એટીએમ એમ બન્ને એટીએમ સેન્ટરો ઘણા લાંબા સમયથી અગમ્ય કારણોસર બંધ હાલતમાં શોભના ગાંઠિયા સમાન ભાસી રહ્યા છે.! ગંજ બજાર વિસ્તાર વાળા એટીએમ માં બે દિવસથી offline સ્ક્રીન ડિસ્પેલ બતાવતું હોવાની જ્યારે બીજા એટીએમ માં તમામ પ્રોસેસ થયા બાદ પણ કેશ મળતી ના હોવાનું ગ્રાહકો ફરિયાદ કરી રહ્યા છે. વહીવટ ની બલિહારીના કારણે સિક્યુરિટી ગાર્ડ સિવાય ચાલતા જુના ગંજ બજાર વિસ્તારના એટીએમ માં ધોળે દહાડે કુતરાઓ એસી ની મોજ માણતા હોય છે.આથી મહિલાઓ સહિત કિશોરી ઓ આ એટીએમ માં એકલ-દોકલ જતા પણ ડરતી હોય છે.શહેર માં કાર્યરત આ બન્ને ઓફ સાઈડ એટીએમ સેન્ટર પ્રવર્તમાન સમયે બંધ હોવાથી ગ્રાહકોને ખાતામાં છતાં રૂપિયે વીલા મોંએ રૂપિયા વગર પરત ફરવું પડી રહ્યું છે.આ અંગે બ્રાન્ચ મેનેજરે જણાવ્યું કે જુના ગંજ બજાર વાળા એટીએમ ઉપર ચાલતી ખાનગી કંપની ની ડિશ મા નેટ નો પ્રોબ્લેમ હોવાથી ગ્રાહકોને હાલાકી પડી છે જે સત્વરે રીપેર કરવા સૂચના આપી છે.ઉપરાંત આઉટસોર્સિંગ વાળા એટીએમ માટે પણ એજન્સી ને મેઈલ તેમજ ફોન કરી જાણ કરાયેલ છે. આ તરફ કોઈ જાગૃત નાગરિક દ્વારા બેંક ને જાણ કરવામાં આવે તો જ પ્રશ્ન નું નિરાકરણ આવતું હોય છે નહીંતર સામાન્ય ગ્રાહકો ની પરેશાનીઓને કોઈ સાંભળનાર નથી એવું ગ્રાહકઆલમ રોષ સાથે જણાવી રહ્યો હતો.એસી ચેમ્બરોમાં બેસતા અધિકારીઓ-કર્મચારીઓ ગ્રાહકોને અવિરતપણે એટીએમની સેવાઓ મળી રહે તે માટે કાર્યશીલ રહે તે અતિ આવશ્યક છે.મહિના માં આવા એટીએમ કેટલી વાર અને ક્યાં કારણોસર બંધ હોય છે તેની ફરિયાદ બુક એટીએમમાં રાખવામાં આવે અને તે અંગે દર મહીને તેનો રીવ્યુ લેવામાં આવે તે ઈચ્છીનીય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here