રાજપીપળા સ્ત્રી અધ્યાપન મંદિર ની તાલીમાર્થી ઝોન કક્ષાએ યોગાસન સ્પર્ધામાં પ્રથમ

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

ઝોન કક્ષાએ યોગાસન અને ગોળાફેંકમાં પ્રથમ

તાજેતરમાં જી સી ઈ આર ટી, ગાંધીનગર દ્વારા પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત આયોજિત દક્ષિણ ગુજરાત ઝોન કક્ષાનો રમતોત્સવ સુરત ખાતે યોજાઇ ગયો. આ રમતોત્સવમાં સ્ત્રી અધ્યાપન મંદિર, રાજપીપલાની દ્વિતીય વર્ષની તાલીમાર્થી વસાવા ભૂમિકા નટવરભાઈએ યોગાસન વિભાગમાં અને શા.કે. શિક્ષક દિલિપ પટેલે ગોળફેંક સ્પર્ધામાં ઝોન કક્ષાએ પ્રથમ નંબર મેળવી પીટીસી કોલેજનું નામ ઉજ્જવળ કર્યું હતું. આ પ્રસંગે કોલેજના સ્ટાફ અને આચાર્ય ડો.વિમલ મકવાણાએ વસાવા ભૂમિકાબેન અને દિલિપ પટેલને અભિનંદન આપી તેમને કરેલી પ્રેકટીશ ને બિરદાવી હતી. સાથે સાથે તેમના કોચે આપેલ માર્ગદર્શનને પણ આભાર સાથે બિરદાવ્યૂ હતું. ઝોન કક્ષાની આ રમતમાં કોલેજની દ્વિતીય વર્ષની તાલીમાર્થી રાઠવા કુસુમનો લાંબી કુદમાં તૃતીય નંબર આવ્યો હતો, જ્યારે અધ્યાપક વિભાગમાં ભાવનાબેન ભગતે ગોળફેંક વિભાગમાં સમગ્ર ઝોન કક્ષાએ તૃતીય નંબર અને મનીષાબેન ગુર્જરનો ચક્રફેંકમાં તૃતીય સ્થાન મેળવ્યું હતું જ્યારે રસ્સી ખેંચ સ્પર્ધામાં રાજપીપલની ટીમનો ત્રીજો નંબર આવેલ. આ રમતોત્સવમાં દક્ષિણ ગુજરાતની ડી.એલ.એડ. અને બી.એડ.ના તાલીમાર્થીઓ અને અધ્યાપક ભાઈ બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here