છોટાઉદેપુર નગરના કવાંટ નાકા પાસે એક યુવાન ટાંકી પર ચઢ્યો… પગ લપસતા ટાંકી પરથી પડતા યુવાનનું મોત

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર નગરના કવાંટ નાકા પાસે આવેલ 50 ફૂટ ઊંચી ટાંકી ઉપર આત્મહત્યા કરવાના ઇરાદે યુવાન ચડ્યો હોય જે ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ અને ફાયર વિભાગ એ ઘટના સ્થળે પહોંચી યુવકને નીચે ઉતારવાનો પ્રયાસ કર્યો અને સમજતા યુવક નીચે ઉતરવા જતા ટાંકી ઉપરના દાદરા પરથી લપસી જતા યુવાનને ભારે ગંભીર ઇજાઓ થઈ હતી અને વડોદરા રીફર કરવામાં આવ્યો હતો જ્યારે ઘટનાની જાણ થતા આસપાસના રહીશો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને શોલે ફિલ્મના વીરુ જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરમાં સિંધી ટાઉન વિસ્તારમાં રહેતો ઇમરાન ઘોરી નામનો યુવક આજરોજ બપોરે કવાંટ નાકા પાસે આવેલી પાણીની ટાંકી ઉપર ચડી ગયો હતો અગમ્ય કારણોસર આત્મહત્યના ઇરાદે ટાંકી ઉપર ચડેલો યુવકને નીચે ઉતારવા લોકોએ ઘણી મહેનત કરી હતી. અંતે આ યુવક ન સમજતા લોકોએ પોલીસને જાણ કરી હતી જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ફાયર વિભાગની ટીમને પણ જાણ કરતા ફાયરનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
ટાંકી પર ચડેલો યુવાન ને નીચે ઉતારવા પોલીસ દ્વારા ઘણી સમજાવટ બાદ નીચે ઉતરતો હતો તે સમય દરમિયાન યુવક નશાની હાલતમાં હોય તેવી શંકા જતા પોલીસ દ્વારા ઉપર ચડી યુવકને ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ યુવક કોઈનું સાંભળ્યા વગર જાતે સીડી ઉતરવા જતા પગ લપસી જતા ટાંકી ઉપરથી નીચે જમીન પર પટકાયો હતો અને ગંભીર ઇજાઓ થઈ હતી જેને તાત્કાલિક સારવાર માટે છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા બાદ વધુ સારવાર અર્થે વડોદરા રીફર કરવામાં આવ્યો હોય પરંતુ વડોદરા સારવાર દરમિયાન યુવકનું મોત થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here