અરવલ્લી : પ્રસિદ્ધ દેવરાજ ધામના મેળામાં આવતા લોકોએ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો લીધો લાભ…

મોડાસા, (અરવલ્લી) પરવેઝ ખાન ખોખર :-

અરવલ્લીના મોડાસા ખાતે પ્રસિદ્ધ દેવરાજ ધામ ખાતે મેળામાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને બલ્ડ ચેકઅપ કેમ્પ યોજાયો. જેમાં ૧૫૦ ઉપરાંત લોકોએ આરોગ્ય લક્ષી સેવાનો લાભ લીધો. આ મેડિકલ કેમ્પમાં ૧૦ જેટલાં ડોક્ટર્સ જોડાયા હતા અને મેળામાં આવતા લોકોએ નિઃશુલ્ક લાભ લીધો હતો.જેમાં બી. પી. સુગર, અને અન્ય આંખની બીમારીઓનું ચેકઅપ કરવામાં આવ્યું અને દવાઓ પણ આપવામાં આવી, તે સાથેજ સરકાર દ્વારા આપવામાં આવતા આરોગ્યલક્ષી યોજનાઓ અને અન્ય ફાયદાઓ સીધા લોકો સુધી પોહચી રહે તેના માટે પણ સમજણ આપવામાં આવી. જેનાથી આરોગ્ય લક્ષી સરકાર જે સેવાઓ આપે છે તેનાથી જિલ્લાના ગ્રામ્યની પ્રજા સુધી સાચી માહિતી પોહચે તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું.
મોડાસાના પ્રસિધ્ધ દેવરાજ ધામ ખાતે દર ભાદરવી બીજનો ભવ્ય મેળો ભરાય છે.આ મેળામાં ઉત્તર ગુજરાત, પંચમહાલ, મહીસાગર, ખેડા જિલ્લા સહિત પંથકમાંથી ભક્તો દેવરાજ ધામે બીજોત્સવ અને નેજા ઉત્સવમાં ઉમટે છે. લાખોની મેદની આ મેળામાં જોડાય છે.જેમાં લોકો માટે મેડિકલ કેમ્પ અને બ્લડ ચેકઅપ કેમ્પ યોજાયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here