અરવલ્લી જિલ્લા કલેક્ટરના હુકમે વન વે કરેલ રસ્તાને લઈ વેપારીઓનો વિરોધ વધ્યો, ગાંધી ચિધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા તાજેતરમાં ચાર રસ્તા પોલીસ ચોકીથી સરકારીચોરા સુધીના વિસ્તારને ટ્રાફિકની સમસ્યાને લઈને નગરપાલિકા તંત્ર દ્વારા થયેલી ભલામણના કારણે વન વે જાહેર કરવામા આવેલ જેના કારણે આ વિસ્તારમાં આવેલા વેપારીઓમાંઆ અંગે આક્રોશ ઉભો થયો હતો મહામંદીના સમયમાં ધંધા રોજગાર પર માઠી અસર થતા વેપારી વર્ગ વ્યથિત થતાં તાત્કાલિક આ વિસ્તારના વેપારીઓ મોટી સંખ્યામાં ભેગા થઈ નગરપાલિકા ઓફીસે પહોંચી નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર ચીફ ઓફિસર સંજયભાઈ બારોટને આવેદનપત્ર આપી આ વન વે હુકમને તાત્કાલિક પાછો ખેંચવા જણાવેલ તેમજ ના છૂટકે ગાંધી ચીઘ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપેલ મોડાસા નગરપાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર ચીફ ઓફિસર શ્રી સંજયભાઈ બારોટ મોડાસા શહેર પ્રમુખ રણઘીરચુડગર મંત્રી શ્રી તારક પટેલ કોર્પોરેટરો સર્વશ્રી અતુલ જોશી નીરજ શેઠ ઉપસ્થિત રહી તમામને સાંભળી આ અંગે વહેલામાં વહેલી તકે ઘટતું કરવા આશ્વાસન આપેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here