અરવલ્લી જિલ્લામાં મહોરમની ઉજવણી

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

મોડાસા શહેર ના હુસેનીચોક અને ઘાંચીવડા કાદરસા બાવા ની દરગાહ પાસે સરકારી તાજીયા મુકવામાં આવ્યા હતા . આજે મોહરમ ના દિવસે અન્ન અને નાગરિક પુરવઠા માન.મંત્રીશ્રી ભિખુસિંહ પરમાર એ તાજીયા ના દર્શન કર્યા.

લગભગ 1400 વર્ષ પહેલાં સત્ય માટે સમગ્ર પરિવાર ને કુરબાન કરી દેનારા ઇમામ હુસેન ની યાદ માં મોહરમ મનાવવા માં આવે છે.મહોરમનો પર્વે માતમ નો દિવસ કહેવામાં આવે છે . કરબલા ના મેદાન માં પોતાના ૭૨ સાથીદારો સાથે માનવતા ના મૂલ્યો અને ઇસ્લામના સિદ્ધાંતો ખાતર શહીદી વહોરનાર ઇમામ હુસેન અને હસન ની યાદ માં મનાવવા માં આવે છે.

અરવલ્લી જિલ્લા ના.મોડાસામાં માં વર્ષો થી ઇમામ હુસેન અને હશેન ની શહીદી ની યાદમાં તાજીયા જુલુસ કાઢવામાં આવે છે. કલાત્મક રીતે શણગારેલા તાજીયા ને નગર ના કેટલાક વિસ્તારમાં ભ્રમણ કરાવવામાં આવે છે. ફક્ત મુસ્લિમો જ નહીં પરંતુ હિંદુ અને અન્ય સમાજ ના લોકો પણ તાજીયા માં આસ્થા અને શ્રદ્ધા રાખે છે .ત્યારે 9 મી જેને કતલ ની રાત એટલે જે દિવસે ઇમામ હુશેન અને હસન શાહિદ થયા હતા તે રાત્રી એ શહેર ના અલગ અલગ વિસ્તારો માં કલાત્મક તાજીયા ઝુલુસ કાઢવા માં આવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here