અરવલ્લી જિલ્લાની તમામ આઈ.ટી.આઈ.માં પ્રવેશનો પાંચમો રાઉન્ડ

મોડાસા, (અરવલ્લી) પરવેઝખાન ખોખર :-

અરવલ્લી જિલ્લાની તમામ સરકારી આઈ.ટી.આઈ.માં પ્રવેશ ઓગસ્ટ – ૨૦૨૨ પાંચમાં રાઉન્ડ અંતર્ગત “ વહેલા તે પહેલા ધોરણે “ પ્રવેશ આપવાની કામગીરી ચાલુ છે. પ્રવેશ મેળવવાની તારીખ ૦૫/૦૯/૨૦૨૨ થી ૧૫/૦૯/૨૦૨૨ રાખેલ છે. જીલ્લાના ધોરણ ૮,૯,૧૦ પાસ ઉમેદવારો માટે આઈ.ટી.આઈ. ખાતે વિવિધ વ્યવસાયમાં પ્રવેશ મેળવી રોજગાર લક્ષી તાલીમ મેળવી પોતાની કારકિર્દી ઘડવા માટે અમુલ્ય તક છે. આથી જીલ્લાના તમામ ઉમેદવારોને આઈ.ટી.આઈ. બેઠકોનો મહત્તમ લાભ મેળવવા જે સંસ્થા ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છતા હોઈ તે સંસ્થાનો રૂબરૂ સંપર્ક કરી ખાલી રહેલ બેઠકો વાળા ટ્રેડમાં પ્રવેશ મેળવવા આચાર્યશ્રી ઔધોગિક તાલીમ સંસ્થા, મોડાસાની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here