ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા પ્રવકતા મંત્રી શ્રી ૠષિકેશભાઈ પટેલ

ગોધરા, (પંચમહાલ) નવાઝ શેખ :-

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર: શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ નું ૭૩.૨૭ ટકા પરિણામ

વિદ્યાર્થીનીઓનું પરિણામ ૮૦.૩૯ ટકા જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ ૬૭.૦૩ ટકા

કચ્છ જિલ્લો ૮૪.૫૯ ટકા અને વાંગધ્રા કેન્દ્ર ૯૫.૮૫ ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ નું ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષા તા.૧૪ માર્ચ થી ૨૯ માર્ચ ૨૦૨૩ દરમિયાન લેવામાં આવી હતી જેનું ૭૩.૨૭ ટકા પરિણામ આવ્યું છે.
પ્રવકતા મંત્રી શ્રી ૠષિકેશભાઈ પટેલે શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ના ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી રાષ્ટ્ર વિકાસમાં ફાળો આપવા આહવાન કર્યું હતું.
મંત્રીશ્રીએ વિગતો આપતા જણાવ્યું કે, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમા ચાલુ વર્ષે કુલ ૪૮૨ કેન્દ્રો હતા. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમા ચાલુ વર્ષે કુલ નિયમિત ૪,૭૯,૨૯૮ પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી ૪,૭૭,૩૯૨ પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા. તે પૈકી ૩,૪૯,૭૯૨ પરીક્ષાર્થીઓ ઉતિર્ણ થયા છે.
મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું કે, વિદ્યાર્થીઓનું ૬૭.૦૩ ટકા તથા વિદ્યાર્થીનીઓનું ૮૦.૩૯ ટકા પરિણામ આવ્યું છે. ગુજરાતી માધ્યમનું પરિણામ ૭૨.૮૩ ટકા જ્યારે અંગ્રેજી માધ્યમનું પરિણામ ૭૯.૧૬ ટકા છે. કચ્છ જિલ્લો ૮૪.૫૯ ટકા પરિણામ સાથે પ્રથમ ક્રમે રહ્યો છે. જ્યારે દાહોદ જિલ્લો ૫૪.૬૭ ટકા પરિણામ સાથે છેલ્લા ક્રમે રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here