આજ તારીખ 24/3/2023 ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સંચાલિત પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળા (બપોર) ના બાળકોને *દસ દિવસ દફતર વગર* પ્રોજેક્ટ અંતર્ગત બાળકોને વડોદરાની દૂધની ડેરી એવી બરોડા ડેરીની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા. બાળકો વાંચે, સાંભળે કે લખે એના કરતાં પ્રત્યક્ષ જોવે તો વધુ સારી રીતે યાદ રાખી શકે તે હેતુથી તમામ બાળકોએ બરોડા ડેરીની દૂધની બનાવટ, દૂધની પેકિંગ કરવાની પદ્ધતિ તેમજ દૂધમાંથી બનતી વિવિધ પ્રોડક્ટ વિશે ઝીણવટ પૂર્વક નિદર્શન કર્યું. શાળાના કુલ 100 બાળકોએ બરોડા ડેરીની મુલાકાત લીધી અને મુલાકાત ના અંતે શ્વેત ક્રાંતિ તરીકે ઓળખાતા દૂધના ઉદ્યોગ ના સંચાલન અને એની કાર્યપદ્ધતિ વિશે માહિતી મેળવી પોતાના જ્ઞાનમાં વધારો કર્યો.