તિલકવાડા તાલુકાના રામપુરી અને પીછીપુરા વચ્ચેનો કોઝવે પાણીમાં ગરકાવ ગામ લોકોને ભારે હાલાકી

તિલકવાડા,(નર્મદા) વસીમ મેમણ :-

હાલમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે મેઘરાજાની ધમાકેદાર અેન્ટ્રી થી સર્વત્ર પાણીપાણી દેખાઈ રહ્યું છે ઉપરવાસમાં ભારે વરસાદ પડતા તિલકવાડા ના રામપુરી થી નજીકથી પસાર થતી અશ્વિન નદીમાં ઘોડાપૂર આવતા નદી બે કાંઠે જોવા મળી છે નદીમાં પાણી આવતા નદી ઉપર બનાવેલો નીચી સપાટી નો કોઝવે પાણીમાં ગરકાવ થઇ જવા પામિયો છે.

તિલકવાડા તાલુકાના રામપુરી નજીકથી અશ્વિન નદી પસાર થાય છે રામપુરી ગામ ની સામે પાર પીંછીપુર ગામ આવેલું છે આ બંને ગામની વચ્ચેથી અશ્વિન નદી પસાર થાય છે ચોમાસાની સિઝનમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડતા એ વરસાદી પાણી અશ્વિન નદીમાં આવતું હોય છે જેના કારણે રામપુરી થી પીંછીપુરા વચ્ચે આવેલો કોઝવે પાણીમાં ગરકાવ થઇ જતો હોય છે જેમાં હાલની પરિસ્થિતિમાં આ કોઝવે ઉપરથી પાણી પસાર થતા રામપુરી અને પીછીપુરા વચ્ચે નો સંપર્ક તૂટી ગયો છે પીછીપુરા ગામેથી વિદ્યાર્થીઓ રામપુરી ગામ ની સ્કૂલ માં ભણવા માટે આવતા હોય છે પરંતુ હાલમાં આ કોઝવે ઉપરથી પાણી પસાર થતા આ વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવી શકતા નથી આ નદીમાં મગર પણ વસવાટ કરતા હોય છે આ વિસ્તારમાં મગરોએ ત્રણ થી ચાર વ્યક્તિ નો શિકાર પણ કરેલ છે તેથી જીવના જોખમે લોકો બ્રિજ પસાર કરતા હોય છે પીંછીપુરા અને આસ પાસ ના વિસ્તારના ૭૦ જેટલા પશુપાલકો રામપુરી ગામ ની દૂધ ડેરી માં દૂધ ભરવા માટે આવતા હોય છે પરંતુ કોઝવે ઉપરથી પાણી હોવાને કારણે આ પશુપાલકો દૂધ ડેરીમા દૂધ ભરવા માટે પણ આવી શકતા નથી જેથી ગામ લોકોને ભારે તકલીફ વેઠવી પડે છે તેથી આ જગ્યા પર ઊંચો બ્રિજ બનાવવામાં આવે તેવી ગામ લોકોની માંગ ઉઠવા પામી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here