વેજલપુર પોલીસ દ્વારા દારૂ અને જથ્થો એક મોટરસાયકલ સાથે પકડી પાડ્યો

કાલોલ(પંચમહાલ),
મુસ્તુફા મિર્ઝા

કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ મથકના પી.એસ.આઇ એન એમ રાવત મહેલોલ આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે મળેલ બાતમીના આધારે રૂપાણપુરા ગામના કોતરમાં ગિરીશકુમાર કિરીટભાઈ ચૌહાણ રે. માહેલોલ નારપુરા ફળિયું ભારતીય બનાવટની વિદેશી દારૂના ક્વાટર તથા બીયરના ટીન કુલ ૫૦૪ રૂ ૫૩,૬૪૦/- તથા સાઈન મોટરસાયકલ કિંમત રૂપિયા ૪૦,૦૦૦/- મળી કુલ રૂ ૯૩,૬૪૦/- નો મુદ્દામાલ પકડી પાડી પ્રોહિબિસન એકટ મુજબની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here