કાલોલ નગરપાલિકાના નારાજ કોર્પોરેટરો પરત આવે તેવા મળેલા સંકેત

પ્રમુખની ચૂંટણી સમયે ઊઠેલ બળવો સમી ગયા ના એંધાણ.

કાલોલ(પંચમહાલ),
મુસ્તુફા મિર્ઝા

નગરપાલિકાની તસ્વીર

કાલોલ નગરપાલિકાના મહિલા પ્રમુખની ચૂંટણી સોમવારે યોજાનાર છે તે અગાઉ કોઈ અગમ્ય કારણોસર અથવા તો ચોક્કસ ઉમેદવારની પસંદગી થવાની છે તેવી અફવાઓને આધારે ભાજપના એક મહિલા ઉમેદવાર કેટલાક અપક્ષ સભ્યો અને ભાજપના બે થી ત્રણ કોર્પોરેટરો સહિત ચાર દિવસથી કાલોલ બહાર ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો પરંતુ આજ રોજ મળતી માહિતી મુજબ આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ ભૂગર્ભમાં ઉતરી ગયેલ બળવાખોર જૂથના અગ્રણીઓ સાથે સ્થાનિક નેતાઓએ કરેલી વાતચીત મુજબ તેઓ માની ગયા હોવાનું જાણવા મળેલ છે આ ઉપરાંત કાલોલ કસ્બા વિસ્તારના ચૂંટાયેલા ચાર જેટલા ઉમેદવારો પણ વાતચીતને અંતે પરત ફરતા હોવાનું જાણવા મળે છે. આમ કાલોલના સ્થાનિક રાજકારણમાં આવેલા બગાવતની આગ વિકરાળ સ્વરૂપ લે એ પહેલાં જ શાંત કરી દેવાઇ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે કાલોલ છોડી ગયેલા તમામ લોકો શનિવાર સાંજ સુધીમાં કાલોલ પરત ફરી જાય તેવી શક્યતાઓ જોતા સોમવારે થનારી પ્રમુખની ચૂંટણીમાં કઈ રીતની સમજૂતી થઈ છે તે ચર્ચાનો વિષય બની રહ્યો છે. આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ બળવાખોર જૂથના પ્રમુખ સિનિયર હોવાના નાતે પોતાની દાવેદારી નોંધાવશે કે પછી તેઓનું મેન્ડેટ આવશે કે પછી મહિલા સામાન્ય સીટ હોવાના કારણે મહિલા સામાન્ય વર્ગની ગણતરીની બે-ત્રણ દાવેદાર મહિલાઓ પૈકી કોઈ નું મેન્ડેટ આવશે તે સસ્પેન્સ યથાવત રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here