કોરોના પરીક્ષણ દરમિયાન નાસી છૂટેલો મોટર સાઇકલ ચોરીનો આરોપીને ઝડપી પાડતી વેજલપુર પોલીસ

કોરોના પરીક્ષણ દરમિયાન ભાગી છૂટેલ ઈસમને ઝડપી પાડયો તેની તસવીર

કાલોલ(પંચમહાલ)
મુસ્તુફા મિર્ઝા

ગત બુધવારે પોલીસના હાથે ઝડપાઇ ગયેલા શંકાસ્પદ મોટરસાયકલ લઈને ફરતો વેજલપુર પોલીસ સ્ટેશનના ગુનાનો આરોપી સંગ્રામસિંહ રંગીતસિંહ રાઠોડ ઉ. વ. ૨૪ રે. વકતાપુરા તાલુકો ડેસર જીલ્લો વડોદરાને કાલોલ પોલીસ દ્વારા વેજલપુર પોલીસને સોંપતા કોરોના પરીક્ષણ માટે આ શખ્સને મોકલવામાં આવેલો જ્યાં તારીખ ૩૦ ના રોજ ગોધરા મકાઈ સંશોધન કેન્દ્ર ધોળાકુવા ખાતેથી લઘુશંકા જવાના બહાને પોલીસને ચકમો આપી ટોયલેટની હવા ઉજાસની બારી તોડી ભાગી છૂટેલો સંગ્રામસિંહને પકડવા માટે ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ વેજલપુર પોલીસ સ્ટેશનના સીની. પીએસઆઇ એન એમ રાવત દ્વારા જુદી જુદી પોલીસ ટીમો બનાવી ભાગી છુટેલા આ શખ્સની શોધખોળ ની કવાયત તેજ કરેલ ત્યારે વેજલપુર પોલીસ સ્ટેશનના એ એસ આઈની ટીમને માહિતી મળેલ કે સંગ્રામસિંહ પોતાના ઘરે જવા માટે ડેરોલ સ્ટેશન તરફથી સણસોલી થઈ પસાર થવાનો છે તેવી માહિતીના આધારે નર્મદા કેનાલના અંબાલા ગામ તરફ પોલીસની જુદી જુદી ટીમોએ ખાનગી વાહનમાં વોચ ગોઠવી હતી તે દરમિયાન નાસી છૂટેલો સંગ્રામસિંહ તે રસ્તેથી પસાર થતા પોલીસે તેને કોર્ડન કરી પકડી પાડી ગોધરા પોલીસને સોંપી દઈ ગણતરીના કલાકોમાં ભાગેલા આરોપીને ઝડપી પાડેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here