કાલોલ સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના મહામારી લઇને ઇદની ઉજવણી સાદાગીથી કરવામાં આવી

કાલોલ(પંચમહાલ)
મુસ્તુફા મિર્ઝા

શનિવારના રોજ કાલોલ નગર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારો જે વેજલપુર, બોરુ, મલાવ, એરાલમા હાલમાં કોરોનાની મહામારી હોય સાદાઈથી ઉજવણી કરાઇ હતી.ઈદ પર્વ નિમિત્તે કાલોલ નગરની જુમ્મા મસ્જીદના ખતીબો ઇમામ મોલાના સીબ્તૈન રઝા કાદરી દ્વારા વિશેષ મહત્વ ધરાવતી ઈદ-ઉલ-અઝહા (બકરી ઈદ)ના પર્વ નિમિત્તે રુબરુ મુલાકાતમાં જણાવ્યું હતું કે કાલોલમાં કોરોના ના દર્દીઓની સંખ્યા વધી રહી છે અને લોકલ સંક્રમણ ચિંતાજનક છે ત્યારે કોવિડ-૧૯ મહામારીના કારણે અગમચેતીના ભાગરૂપે ઘરમાં રહો સુરક્ષિત રહો માસ્ક પહેરો તેમજ ઇદમાં એક બીજા સાથે ભેટવું તેમજ હાથ મીલાવવા નહીં અને સામાજિક અંતર જાળવવા અને પોતપોતાના વિસ્તારોમાં સાફ સફાઈ રાખવા પર ભાર મૂક્યો હતો અને આ કોરોના મહામારીથી વહેલી તકે ભારત સહિત સમગ્ર વિશ્વ આ બિમારીથી છૂટકારો મળે તેવી ખાસ દુવા માંગવામાં આવી હતી. ઈદ ના પર્વને ધ્યાનમાં રાખી કાલોલના સીનીયર પી.એસ.આઇ એમ.એલ.ડામોર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here