રાજપીપળા સ્મશાનમાંથી કરજણ નદીમાં મૃતદેહોના અંગો નાંખવાનો સિલસિલો બેરોકટોકં પણે ચાલુ !! તંત્ર ક્યારે પગલાં લેશે?

તસ્વીર

ભાન ભૂલેલા સગા સંબંધીઓ પોતાના સ્વજનની પુરી અંતિમક્રિયા કર્યા વિના જ શરીરના અમુક અંગો કરજણ નદીના પાણીમાં નાંખતા હોય તો એ ખુબજ જોખમી

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપળા શહેરમાં કોરોનાના હાઉ વચ્ચે કેટલાક લોકો મૃત્યુ પણ પામ્યા છે ત્યારે કોરોનાના કારણે કે અન્ય કારણે મૃત્યુ પામેલા કેટલાક લોકો ને અંતિમક્રિયા માટે સ્મશાનેે લઈ જતા સ્વજનો પુરી અંતિમક્રિયા ન કરી ઉપર છલ્લી વિધિ બાદ અગ્નિદાહ આપી સ્મશાનમાંથી ચાલ્યા જતા હોય છે ની ફરિયાદો ઉઠવા પામી છે. મૃતકના શરીરના અમુક અંગો બળતા ઘણો સમય લાગતો હોય આવા કેટલાક અંગો બળવાની રાહ ન જોઈ તેને નજીકની કરજણ નદીના પાણી માં ફેંકી દેતા હોવાની ઘણા સમયથી બુમો હતી જેનો સિલસિલો આજે પણ યથાવત હોવાનું જાણવા મળ્યું છે.

સ્થાનિકોમાં જણાવ્યા મુજબ મરનાર વ્યક્તિ કોરોનાનો શિકાર હોય કે અન્ય કારણે મૃત્યુ પામ્યા હોય પરંતુ તેના અર્ધ બળેલા અંગો આવી રીતે નદીના પાણીમાં નાખવા એ ગંભીર બાબત હોય ત્યારે ભાન ભૂલેલા અમુક સગા સંબંધીઓ પોતાના સ્વજનની પુરી અંતિમક્રિયા કરી આમ નદીમાં આવી નાખે એ ત્યાં કપડાં ધોવા કે સ્નાન કરવા આવતા લોકો માટે જોખમી કહી શકાય.

તંત્ર પણ આવી ગંભીર બાબત ઉપર રોક લગાવવા કમર કશે તે જરૂરી બન્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here