કોરોના પ્રકોપ વચ્ચે સાદગીથી બકરીઇદની ઉજવણી કરતા તિલકવાડાના મુસ્લિમ બિરાદરો

તિલકવાડા(નર્મદા)
વસીમ મેમણ

હાલ પુરા દેશમાં કોરોનાની મહામારી ચાલી રહી છે તેમાથી નર્મદા જિલ્લો પણ બાકાત રહ્યો નથી નર્મદા જિલ્લામાં રોજે રોજ કોરોનાના કેસો વધી રહ્યા છે અને નર્મદા જિલ્લાના તિલકવાડાં તાલુકામાં પણ કોરોનાનો પગ પેસરો થઇ ગયો છે.

તસ્વીર

તિલકવાડાં નગર અને ગ્રામ્ય વિસ્તારમાં વહીવટી તંત્રના ફરમાનને માન આપીને મુસ્લિમ આગેવાનોએ તમામ મુસ્લિમ બિરાદરોને સાદગીપૂર્વક બકરી ઇદની ઉજવણી કરવા માટે અપીલ કરી હતી અને સરકારની ગાઈડલાઈન મુજબ નમાઝ અદા કરવા માટે જણાવ્યું હતું.

પવિત્ર બકરી ઇદનો ત્યોહાર હોઈ જેથી તાજેતરમાં પરિસ્થિતિ જોતા દરેક મુસ્લિમ બિરાદરોએ સાદગી સાથે શાંતિપૂર્ણ અને સદભાવનાના માહોલમાં બકરી ઇદની ઉજવણી કરી હતી સાથે જ સરકારની ગાઈડલાઈન મુજબ કાયદાનું પાલન કરીને એકબીજાથી દુર રહીને તેમજ મોઢા ઉપર માસ્ક બાંધીને સોશ્યલ ડિસ્ટનસિંગનો ખાસ ખ્યાલ રાખીને ઇદની નમાઝ અદા કરી હતી અને કોરોનાનો સમગ્ર દુનિયામાંથી નાશ થઈ અને લોકો પહેલા જેવું સામાન્ય જીવન જીવે એવી ખુદાની બારગાહમાં દુઆ કરી હતી અને તંત્રને પૂરો સાથ સહકાર આપીને સાદગીપૂર્ણ બકરી ઇદની ઉજવણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here