મહારાષ્ટ્ર ખાતે થયેલ આઇશર ટેમ્પોની ચોરીનો ભેદ ઉકેલતી રાજપીપળા પોલીસ

રાજપીપળા પાસેના નાનાલીમટવાડા ગામ પાસેની વેલકમ હોટલના ધાબા પાછળ ટેમ્પોનું કટીંગ કરતા પોલીસે એક ઈસમને ઝડપી પાડયો

ચોરીના વાહનોને કટરથી પાર્ટસ છુટ્ટા કરી વેચવાની નવી મોડેસ ઓપરેન્ડી

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

રાજપીપળા પોલીસે રાજપીપળાથી દેડિયાપાડા તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર ખામર ચોકડી પહેલા આવતા નાના લીમટવાડા ગામના પાટિયા પાસે ચાલતી હોટલ વેલકમ નામના ધાબાની પાછળ મહારાષ્ટ્રથી ચોરી કરી લાવેલા આઇશર ટેમ્પોની બોડી સહિત તેના પાર્ટસ છુટ્ટા કરી વેચતા આરોપીને ઝડપી પાડયો હતો અને મહારાષ્ટ્રમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

નર્મદા જીલ્લા પોલીસ વડા હિમકરસિહ ની સુચનાથી તેમજ ના.પો.અધિક્ષક રાજેશ પરમારનાઓના માર્ગદર્શન મુજબ મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ બનતા અટાકાવવા સબંધે પોલીસ ઇન્સ્પેકટર શ્રી એન.એસ.પરમાર સાહેબના વિશેષ માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ.શ્રી એમ.બી.વસાવા તેમજ અ.હે.કો.ચંપકભાઇ ફતેસીંગ તથા અહે.કો પ્રકાશભાઇ કાંતિભાઇ તથા અલો.મનુભાઇ લાભુભાઇ તથા અ લો.ર.સુરેશભાઇ કેશુભાઇ સ્ટાફના પોલીસ માણસોએ રાજપીપવા-મોવી રોડ પર પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમ્યાન અંગત બાતમીદારોથી બાતમી આધારે નાનાલીમટવાડા પાસે રોડની બાજુમાં આવેલ વેલકમ હોટલના ધાબા પાછળ એક ઇસમ ટેમ્પાની બોડીનું ગેસ કટરની મદદથી કટીંગકામ કરી રહેલ છે.

બાતમીના આધારે સદર જગ્યાએ આવી રેઇડ કરી શક્રમદ ઇસમને જે તે સ્થિતિમાં પકડી પાડયો હતો, તેઓનું નામ સરનામું પુછતા મોહમ્મદ ઇસ્માઇલ મહેમુદ બાલમખાન રહે.નીયર ડીલક્સ હોટેલ એલ.બી.એમ.માર્ગ ૩૨૦/૨૦ અસ્તાના નવાઝ બિલ્ડીંગ મ નંબર-ર કુર્લા વેસ્ટ મુંબઇ (મહારાષ્ટ્ર), ૪૦૦૦૭૦ હાલ રહૈ. દુકાન નેબર-૧ આઝાદ માર્કેટ ઉમરાવાડા ફાટક કોર્નર નેશનલ હાઇવે નંબર-૮ અંકલેશ્વર જી.ભરૂચનો હોવાનું જણાવતા સદર ઇસમ પાસે ચાર સિલિન્ડર તેમજ ગેસ કટર તેમજ ટેમ્પાનો કટીંગ કામ કરેલ પાર્ટી મળી આવતા ટેમ્પાના આધારભુત કાગળો માગતા તેઓ ગલ્લા તલ્લા બનાવતો હોય ટેમ્પાના કાટમાળ કે જે તેણે કટીંગ કરેલ તેની ખાત્રી તપાસ કરતા ટેમ્પોનુ રજીસ્ટ્રેશન નંબર MH14 3090 45 નો હોય જે ટેમ્પો ચિખલી પોલીસ સ્ટેશન (મહારાષ્ટ્ર) ખાતે થી ચોરી થયેલ તેની એફ.આઈ.આર.૦૩૯ ઇ.પી.કો.કલમ ૩૭૯ મુજબના ગુન્હામાં ચોરીમાં ગયેલ હોય તે જ ટેમ્પો હોય સદર ઇસમ તેમજ ટેમ્પાના કાટમાળના મુદ્દામાલ તેમજ ગેસ કટર તેમજ સીલીન્ડરના કુલે મુદ્દામાલ કિં.રૂ.૩,૧૮૦૦૦/- સાથે મળી આવતા સી.આર.પી.સી. કલમ.૪૧(૧)(આઈ)મુજબ કાયદેસરની કાર્યવાહી કરતા ચોરી કરતા ઇસમોમાં ફફડાટ ફેલાઈ જવા પામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here