નર્મદા જીલ્લા જેવા આદિવાસી વિસ્તારોમાં કેજરીવાલની આમ આદમી પાર્ટીનું વધતું વર્ચસ્વ…

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

દેડીયાપાડા તાલુકાના દેવગામ ખાતે આદિવાસી સમાજ ના લોકો આમ આદમી પાર્ટી મા જોડાયા

ગુજરાત રાજ્ય ની વિધાનસભા ની ચુંટણી આગામી ડિસેમ્બર મહિનામાં યોજાવાની શકયતા ઓ વર્તાઈ રહી છે ત્યારે દિલ્હી નાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની આમ આદમી પાર્ટી પંજાબ માં સત્તા પ્રાપ્ત કર્યાં બાદ ગુજરાત કે જે ભારતીય જનતા પાર્ટી નો ગઢ માનવામાં આવે છે ત્યાં પણ પોતાના ઉમેદવારો ઊભા રાખી ચૂંટણી લડવાનું મન બનાવ્યું છે ત્યારે આદિવાસીઓ ને પોતાનાં તરફે આકર્ષવાના ચક્રો ગતિમાન કર્યા છે, આદિવાસીઓને પેશા એક્ટ ના અમલ ની ખાતરી આપવામા આવી છે અને હવે આદિવાસીઓને આમ આદમી પાર્ટી મા જોડવાનું પણ સરું કરાયું છે, ગુજરાત ની અરવિંદ કેજરીવાલ ની મુલાકાત દરમ્યાન નર્મદા જીલ્લા ના ગુજરાત સરપંચ પરિષદ ના ઝોન પ્રમુખ નિરંજન વસાવા એ આમ આદમી પાર્ટી ની ટોપી પહેર્યા બાદ તેઓ હવે નર્મદા જીલ્લા માં પાર્ટી મા આદિવાસી સમાજ ને જોડવાનું અભિયાન ચલાવી રહ્યા છે.

આજરોજ નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકા ના દેવગામ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા રાજકીય આગેવાનો સામાજિક અગ્રણીઓ નિવૃત શિક્ષકો મહિલા મંચ ના પ્રમુખ , માજી સરપંચો, ગ્રામ પંચાયતો માં ચૂંટાયેલા ડેપ્યુટી સરપંચો, ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સદસ્યો તેમજ મોટી સંખ્યામાં આજુબાજુ ગામના આગેવાનો આજરોજ દિલ્હી નાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી ની વિચારધારાથી પ્રભાવિત થઈને ખૂબ જ મોટી સંખ્યામાં સરપંચ પરિષદ ગુજરાત નર્મદા ઝોન પ્રમુખ નિરંજન ભાઈ વસાવા ના અધ્યક્ષ સ્થાને તેમજ નર્મદા જિલ્લાના મહામંત્રી અર્જુનભાઈ અને ડેડીયાપાડા પ્રમુખ રાજેન્દ્રભાઈ વસાવા તેમજ અન્ય હોદ્દેદારો ની ઉસ્થિતિ માં આમ આદમી પાર્ટી મા જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here