કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર 6 માં આવેલ મુવાડી ફળિયામાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં લોકો પરેશાન

કાલોલ(પંચમહાલ)
મુસ્તુફા મિર્ઝા

રવિવારના વરસાદને કારણે કાલોલના મુવાડી ફળિયા વિસ્તારમાં લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા તેની તસવીર

કાલોલમાં આજે રવિવારના સવારથી જ સારો એવો વરસાદ વરસ્યો છે.બપોરના બાર વાગ્યા સુધી મા ૭૨ મી.મી. વરસાદ વરસ્યો છે જેને કારણે કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર છ માં આવેલા નીચાણવાળા વિસ્તારમાં ચારથી પાંચ જેટલા ઘરોમાં પાણી ભરાઇ જતા લોકોની હાલત કફોડી બની ગઇ હતી. આ વિસ્તાર કે જૂના સરકારી દવાખાના પાછળ આવેલ જે કસ્બા મુવાડી ફળિયા તરીકે ઓળખાય છે તે વિસ્તાર નીચાણમાં હોવાથી કાલોલ નગરપાલિકાના કોર્પોરેટરોને દર વર્ષે લોકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે. ગત વર્ષે પાલિકા પાણીના નિકાલ માટે એક પાઈપ લાઈન કરી આપી હોવાનું જાણવા મળે છે પરંતુ કોઈ નક્કર ઉકેલ કરેલ ન હોવાથી પાણીનો નિકાલ થતો નથી. આજરોજ વરસાદ લોકોના ઘરોમાં ઘૂસી જતા ઘરમાં વાસણ તરતા જોવા મળેલા. આ વિસ્તારનાલોકો પોતાની ઘરવખરી, અનાજ અને કીમતી સામાન બહાર કાઢતા જોવા મળ્યા હતા.સૌથી વધારે ખરાબ હાલત નાના બાળકોની થઈ હતી. આ સંજોગોમાં કાલોલ નગરપાલિકાના નવા હોદેદારો આ વિસ્તારમાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરાવે તેવી માંગ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here