રાજપીપળા પાસેના કરજણ ડેમના 6 રેડિયલ ગેટ ખોલી 23 હજાર ક્યુસેક પાણી છોડાયું

ઉપરવાસમાંથી 23640 કયુસેક પાણીની આવક થતા સપાટી રુલ લેવલને પાર

કરજણ ડેમના 6 ગેટ 0.80 મીટર સુધી ખોલાયાં 23240 કયુસેક પાણીનો નદીમાં આઉટફલો

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

રાજપીપળા પાસેના જીતગઢ ખાતે આવેલ કરજણ ડેમમાંથી કરજણ નદીમાંથી આજરોજ રવિવારના 23240 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કરજણ નદીમાં વિપુલ પ્રમાણમાં પાણી છોડતા કરજણ નદી બે કાંઠે વહેતી થઈ છે.

કરજણ ડેમના નાયબ કાર્યપાલક ઇજનેર એ. વી.મ્હાલેના જણાવ્યા મુજબ હાલ સતત ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક થતા કરજણ ડેમમાં પાણીની સપાટી તેના રુલ લેવલને પાર થઈ જતા લેવલ જાળવવા કરજણ ડેમમાંથી 6 રેડિયલ ગેટ ખોલી 23240 ક્યુસેક પાણીનો જથ્થો કરજણ નદીમાં છોડાયો છે જેથી કાંઠાના વિસ્તારોના ગામના લોકોને સાવચેતી રાખવા પણ સૂચના આપી એલર્ટ કરાયા છે.

ઉપરવાસમાં ભારે વરસાદ પડતા હાલ કરજણ ડેમ માં 23640 ક્યુસેક જેટલી પાણીની આવક થઇ રહી છે, આજે ડેમનું રુલ લેવલ 110.31 મીટર છે અને આ રૂલ લેવલ તારીખ મુજબ જાળવવાનું હોય ડેમમાં પાણીની સપાટી 111.60 મીટરે પોહચી હોયને રુલ લેવલ જાળવવા માટે ડેમના 6 રેડિયલ ગેટ ખોલીને 23140 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડાઈ રહ્યું છે.

ચોમાસાની સીઝન દરમ્યાન હાલ કરજણ ડેમ 81 ટકા જેટલો ભરાયો છે. ડેમનું આજનું લાઈવ સ્ટોરેજ 412.12 મિલિયન કયુબિક મીટર છે.

કરજણ ડેમમાંથી પાણી છોડતા કરજણ નદી બે કાંઠે વહેતી થઈ હતી અને નદીના વહેતા નીરને જોવા રાજપીપળા સરકારી ઓવારા ઉપર લોકોના ટોળા ઉમટી પડયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here