કાલોલ પ્રાથમિક શિક્ષક સંઘમાં ભંગાણ… કેટલાક સભ્યોનું રાષ્ટ્રીય સંઘમાં વિલીનીકરણ

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

કાલોલ તાલુકા ના તમામ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના હોદ્દેદારશ્રી, પગારકેન્દ્ર આચાર્ય, HTAT મિત્રો BRCCO /CRCCO તથા તમામ સારસ્વતો ની આજરોજ કાલોલ શિશુમંદિર ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કાલોલ ની સંકલન બેઠક મળેલ હતી. જેમાં કાલોલ તાલુકા મા કોરોના અંતર્ગત કરેલ કાર્યો, તાલુકા ના પડતર પ્રશ્નો , સળંગ નોકરી ના કેમ્પ,ઉચ્ચત્તર ના કેસો ,4200 ગ્રેડ પે તથા સદસ્યતા લવાજમ બાબત ની ચર્ચા કરવામાં આવી તથા તમામ પ્રશ્નો નો તાત્કાલિક નિરાકરણ બાબતે તા.15/10/2020 ને ગુરુવાર ના રોજ તાલુકા પંચાયત ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીની ને મળી ચર્ચા કરવાનો નિર્ણય લેવામાં
આવેલ. બીજું ખાસ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માં અન્ય સંગઠન માંથી રાજીનામાં મૂકી ને આવેલ હોદ્દેદારો, કારોબારી સભ્યો તથા શિક્ષક મિત્રો ને રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ માં કોઈપણ હોદ્દા ની અપેક્ષા વગર જોડાવા બદલ જિલ્લા મહાસંઘ માંથી પધારેલ મંત્રી ચેતનકુમાર તથા સંઘઠનમંત્રી વિજયકુમાર અને કાલોલ તાલુકા ની સમગ્ર ટીમ દ્વારા સર્વે મિત્રો ને આવકારી મહાસંઘ મા જોડાવવા બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા.સાથે સાથે કાલોલ મહિલા સહ મંત્રી નિમિષાબેન ના જન્મદિન નિમેત્તે આજરોજ તમામે શુભેચ્છા પાઠવી.સમગ્ર બેઠક નું સંચાલન પ્રહલાદભાઈ કોઈરાલા દ્વારા અધિવેશન ના ગીત થી શરૂ કરી શાંતિ મંત્ર દ્વારા બેઠક પૂર્ણ કરવામાં આવી.નવીન જોડાયેલ મિત્રો એ ખભે ખભા મીલાવી એક માળા ના મણકા બની કાલોલ માં શિક્ષકો ના હિત માટે કામ કરવાની નેમ લઈ સર્વે છુટા પડેલ હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here