નર્મદા જિલ્લાના આદિવાસી ગામડાંઓને ઝપેટમાં લેતો કોવિડ 19 વાયરસ

એક સાથે જ દેડિયાપાડા, બાબદા, ટીમબાપાડા, ચિકદા, નાની બેવડાણ, આમલેથા, ગામકુવા, ચિત્રાવાડી, સેલંબા સહિતના ગામોમાંથી કોરોના પોઝિટિવ કેસો મળી આવ્યા આદિવાસી સમાજમક ફફડાટ

17500થી પણ વધુની વસ્તી કનટેનટમેન્ટ ઝોન અને બફર ઝોનમાં સમાવિષ્ટ કરાઇ માત્ર દેડિયાપાડા તાલુકામાં જ

દેડિયાપાડા તાલુકાના 5000 જેટલા ધરોને કન્ટેનમેન્ટ ઝોનમાં અને બરફ ઝોનમાં આવરી લેવાતા જનજીવન ઉપર અસર

રાજપીપળા,(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લામાં સહુ પ્રથમ દેશમાં મહામારી ફેલાઈ તેના શરુઆતના તબક્કે કોરોના પોઝિટિવના કેસ એકલ-દોકલ પ્રકાશમાં આવતા હતા. ત્યાર બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો હેડ કવાર્ટર કેવડીયા કોલોનીના વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા હતા. ત્યાર બાદ નર્મદા જિલ્લાના વડુમથક રાજપીપળા ખાતે કોરોનાએ કહેર વર્તાતા નગરના લગભગ તમામ વિસ્તારમાં પગ પેસારો કર્યો છે. હવે કોરોનાના દર્દીઑની સંખ્યા દિન પ્રતિ દિન વધી રહી છે તેમાંય નવા નોંધાયેલ ગતરોજના મોટા ભાગના કેસ ગામડાઓમાંથી મળી આવ્યા છે જેણે ચિંતામાં વધારો કર્યો છે, હાલ પુરતા ગામડાઓ સલામત ગણાતા હતા, કેટલાક ગામમાં તો બહારના લોકોને પ્રવેશ બંધી પણ ફરમાવવામાં આવી હતી. હાલમાં પણ દેડિયાપાડા તાલુકાના કંજાલ જેવા ગામમાં પ્રવેશબંધીનો અમલ ચાલું જ છે. કંજામાંથી કોઇને ગામ બહાર જવા નથી દેવાતા અને પ્રવેશવા પણ નથી દેવાતા.

ગામડામાં નાના નાના બાળકોમાં પણ જાગૃતિ જોવા મળી હતી. બાળકો દેશી બનાવટના માસ્ક પહેરતા જોવા મળ્યા હતા, પરંતુ સમય વીતતાં પરિસ્થિતિ બદલાઇ રહી છે, ગતરોજ રાજપીપળા નગરમાંથી માત્ર 3 જ પોઝિટિવ કેસો મળી આવ્યા હતા જયારે બાકીના 15 કેસો નાંદોદ તાલુકાના ગામડા અને દેડિયાપાડાના ગામડાઓમાંથી મળી આવેલ છે.

દેડિયાપાડા સહિત નાની બેવડાણ, બાબદા, ચિકદા, ટીમબાપાડા, નાંદોદ તાલુકા ના આમલેથા, ગોપાલપુરા, ચિત્રાવાડી, ગામકુવા સહિત સેલંબા ખાતેથી પોઝિટિવ કેસો મળી આવ્યા છે જે ચિંતાનો વિષય બનેલ છે.

દેડિયાપાડા તાલુકાના 5000 જેટલા ઘરોને કન્ટેઇનમેન્ટ ઝોન સહિત બફર ઝોનમાં સમાવિષ્ટ કરાયા છે જેમાં 17500 જેટલા લોકો વસવાટ કરે છે જેમના જનજીવન ઉપર સીધી જ અસર થયેલ છે.

આદિવાસી વિસ્તારમાં પહેલાથી જ સિકલસેલ અને કુપોષણની સમસ્યા હવે કોરોના મહામારી

નર્મદા જિલ્લામાં આદિવાસી વસ્તી ધરાવતા દેડિયાપાડા સહિત સાગબારા અને નાંદોદ તાલુકા સહિત અન્ય વિસ્તારોમાં પહેલાથી જ સિકલસેલ એનીમયાથી પિડીત દર્દીઓની સંખ્યા સવિશેષ છે, કુપોષણની સમસ્યા છે રાત્રી માતાઓ સહિત નવજાત શિશુ કુપોષણથી પિડીત છે, તેવામાં લોકોની કોરોનાને લીધે રોજગારી છીનવાઈ ગઇ છે, આર્થિક નાણાંકીય ભીડમાં લોકો જીવન ગુજારી રહયા છે, તેવામાં કુદરતી કોરોનાનો પ્રકોપ શરું થયો છે, હવે ગામડાઓ કોરોના ની ઝપેટમાં આવી રહયા છે.જે આવનાર સમયમાં મોટી વિપદા ઉભી ન કરે એ માટે આદિવાસી વિસ્તારોમાં વહીવટીતંત્ર દ્વારા વિશેષ કાળજી રાખવામાં આવે એ જરૂરી બન્યુ છે.

નર્મદા એસ્પીરેશનલ જીલ્લો હોય વિશિષ્ટ પેકેજ જાહેર કરવામાં આવે

કેન્દ્ર સરકારે ગુજરાતના નર્મદા જિલ્લાને એસપીરેશનલ જીલ્લા તરીકે જાહેર કરેલ છે, કેન્દ્રિય વિદેશ મંત્રી એસ.શંકર નર્મદા જિલ્લાના પ્રભારી છે ત્યારે જીલ્લાના આદિવાસીઓ સહિત તમામ વર્ગના લોકો માટે એસપીરેશનલ ડિસ્ટ્રીકટ અંતર્ગત વિશિષ્ટ પ્રકારના પેકેજની કેન્દ્ર સરકારે જાહેરાત કરવી જોઈએ કે જેથી કોરોનાની મહામારીમાં લોકો રાહત અનુભવે. આ માટે જીલ્લા કલેક્ટર, જીલ્લા વિકાસ અધિકારી,આરોગ્ય અધિકારી સહિત નાઓએ જીલ્લા માટે આર્થિક પેકેજ સહિત આરોગ્ય લક્ષી પેકેજ માગણીઓ સહિત નો નડી સરકાર પાસે માંગણી રુપે મુકવો જોઈએ. આમા જીલ્લા ના રાજકીય નેતાઓએ પણ પોતાની ભૂમિકા અદા કરવાની જરુર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here