મોડાસા ઘાંચી હાઈસ્કૂલ ખાતે શિક્ષક દિવસની માન સન્માન પૂર્વક ઉજવણી કરવામાં આવી…

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

આજ રોજ તા.૦૫/૦૯/૨૦૨૨ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણ ની યાદમા ઘાંચી હાઈસ્કૂલ મોડાસામાં ટીચર ડે ની ઉજવણી કરવામાં આવી.
જેમાં શાળાના વિદ્યાર્થીઓમાંથી ૨૦ જેટલા શિક્ષકો બન્યા હતા.જેઓ વિવિધ ધોરણમાં જઇ પોતાના વિષયોનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપ્યું હતું. અને આચાર્ય તરીકે સાબલીયા અઝાન અને સેવક તરીકે ઘાંચી ફૈસલ દ્વારા સારી કામગીરી બજાવી હતી.
આ કાર્યક્રમ શાળાના આચાર્ય અને કન્વીનર ના નેજા હેઠળ શાળાના શિક્ષકો સોહિલ મલેક, હબીબુરરહેમાન એફ. શેખ, માહેનુર ચૌહાણ, અ.કાદીર ચૌહાણ અને તમામ સ્ટાફ મિત્રોએ ભારે જહેમત ઉઠાવીને કાર્યક્રમ ને સફળ બનાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here