સ્ટેચ્યુ ઓફ યુનિટી અને HDFC બેંક વચ્ચે રુપિયા 5.24 કરોડની રકમની ઉચાપતનો મામલો ઉકેલાયો

કલમ કી સરકાર ન્યુઝ પેપર
સંચાલિત kalamnisarkar. com પર સમાચાર મોકલવા માટે સંપર્ક કરો… 9898137537

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવેશ ફી અને પાર્કિંગ ચાર્જ અંગે તફાવતની રકમ HDFC બેન્ક દ્રારા જમા કરાવવામાં આવી

સ્ટેચ્યુ ઓફ યુનિટીને કોઈ નાણાંકીય નુકશાન થયેલ નથીની સ્પષ્ટતા કરતા મુખ્ય વહીવટી અધિકારી

રાજપીપળા(નર્મદા),
આશિક પઠાણ

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવેશ ફી અને પાર્કિંગ ચાર્જના રૂપિયાની ઉચાપત થઈ હોવાના જે સમાચાર પ્રસિધ્ધ થયેલ હતા તે અંગે સ્પષ્ટતા કરવામાં આવેલ હતી કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવેશ ફી અને પાર્કિંગ ચાર્જ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટીતંત્ર દ્વારા કોઈ જ અનિયમિતતા કે નાણાંકીય ભૂલ થયેલ નથી. વહીવટીતંત્ર દ્વારા તમામ હિસાબો અને રસીદો નિયમ મુજબ જાળવવામાં આવેલ છે અને કોઈ નાણાંકીય ઉચાપત કે નાણાકીય નુકશાન થયેલ નથી.

વધુમાં એ પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઓફલાઇન ટિકિટ તેમજ પાર્કિંગની આવકની દૈનિક કલેક્શનની રકમ HDFC બેન્ક દ્વારા કેવડિયા ખાતેથી લઇને તેમની વડોદરા બ્રાંચમાં જમા કરવામાં આવે છે આ રકમ HDFC બેન્કની પોતાની એજન્સી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેથી સ્વીકારવામાં આવે છે અને તેની રસીદ સ્ટેચ્યુ ઓફ યુનિટીને દૈનિક ધોરણે ઇસ્યુ કરવામાં આવે છે સમયાંતરે સદરહુ નાણાકિય વ્યવહારોનું મેળવણું કરવામાં આવતું હોય છે.

આ મુજબ મેળવણું કરવામાં આવતા HDFC બેન્ક દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના બેન્ક ખાતામાં તફાવતની રકમ રૂા.પ,ર૪,૭૭,૩૭પ/- જમા કરાવી દેવામાં આવેલ છે તથા વિલંબીત સમય માટે વ્યાજની ચૂકવણી માટે પણ બેન્ક દ્વારા બાંહેધરી આપવામાં આવેલ છે. આમ સ્ટેચ્યુ ઓફ યુનિટીના વહીવટી તંત્ર દ્વારા કોઈ નાણાંકીય અનિયમિતતા/ભૂલ થયેલ નથી. HDFC બેન્ક દ્વારા તેઓએ રોકેલ એજન્સી રાઈટર બિઝનેસ સર્વિસ પ્રાઈવેટ લિમિટેડ સામે આ નાણાંની રકમ સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટી તંત્ર પાસેથી મેળવ્યા બાદ બેન્ક ખાતામાં જમા ન કરાવવા બદલ HDFC બેન્ક દ્રારા કેવડીયા પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવવામાં આવેલ છે જે તેમની આંતરિક બાબત છે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટી તંત્રને તેને લીધે કોઈ જાતનું નુકશાન થયેલ નથી. જાહેર જનતામાં આ બાબતે કોઈ ગેરસમજ ન ફેલાય તે હેતુથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ના સત્તાવાળાઓને સ્પષ્ટતાની ફરજ પડી હતી.

5.24 કરોડની માતબર રકમની ઉચાપત થઇ તો બે વર્ષે મામલો પ્રકાશમાં કેમ આવ્યો ??

સટેચયુ ઓફ યુનિટીના સત્તાવાળાઓ એ HDFC બેંકમાં તેમના રોજીંદી આવકની રકમ જમા કરાવવા માટે ખાતું ખોલાવ્યું હતું, આ માટે બેંકના દ્વારા નિયુકત રાઇટર બિઝનેસ પ્રાઇવેટ લિમી. સટેચયુ ઓફ યુનિટીની રોજની થતી નાણાંકીય આવક ડોર સ્ટેપ સર્વિસ આપીને ઉઘરાવતી, આ રકમ બેંકમાં જમા કરાવવાની થતી પરંતુ એજન્સીએ નાણાં જમા કર્યા ન હોય સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો !!
લગભગ બે વર્ષથી ઉઘરાવવામા આવતી રકમ બેંકમા જમા જ ન થઇ !! જમા થતી રકમની બેંક સત્તાધિશો સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંચાલકોને ક્યારે ખબર પડી ? આ પશ્ર લોકોમાં લોકમુખે ચર્ચાસ્પદ બનેલ છે, થઇ રહયા છે. મામલો બે પાંચ હજાર નો નથી રુપિયા 5.24 કરોડ થી પણ વધુ રકમ નો છે, આ મામલે કેવડીયા કોલોનીના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે, આશા રાખીએ કે પોલીસ તપાસ મા સત્ય બહાર આવે, આ મામલે કોઈ મોટુ માથું સંડોવાયેલ હોય એ ચર્ચા હાલતો ભારે ચર્ચાસ્પદ બનેલ છે.

નાણાં તો મળી ગયા પરંતુ જવાબદારી અને બેદરકારી કોની ?

સટેચયુ ઓફ યુનિટી સત્તાધિશો દ્વારા HDFC બેંક મા નાણાં જમા કરાવવા મા આવયા, નાણાં બેંકમાં જમા ન કરી એજન્સી એ ઉચાપત કરીનો મામલો પ્રકાશમાં આવ્યો આ મામલે HDFC બેંક અને સટેચયુ ઓફ યુનિટી વચ્ચે કરાર મુજબ સ્ટેચયુ ઓફ યુનિટીના તમામ નાણાં સલામત હોવાનું અને બેંકે નાણાં એકાઉન્ટમા જમા કરાવ્યાની મુખ્ય વહીવટી અધિકારી દ્વારા ચોખવટ કરવામાં આવી છે. નાણાં પણ જમા થઇ ગયા છે.

તો આ મામલે કસુરવાર કોણ છે ? શુ નાણા જમા થવાથી મામલો પતી જાય છે? ના કુછ તો ગરબડ ગોટાલા જાણવા હૈ અને આ ગરબડ ગોટાલામાં કોણ કોણ સંડોવાયેલા છે એ બહાર આવવું જ જોઈએ. આ મામલે સત્ય ઉજાગર થાય એ ખુબજ જરુરી છે.

નાણાં કલેક્ટ કરતી એજન્સી કોના આશીર્વાદથી ચાલી રહી છે? જે તપાસનો વિષય બનેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here