શહેરા તાલુકાના વાઘજીપુર-પાદરડી રોડ ઉપરથી મોટર સાયકલ પર લઈ જવાતા રૂ.૨૬ હજાર ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડતી શહેરા પોલીસ

શહેરા,(પંચમહાલ)
ઇમરાન પઠાણ

પંચમહાલ જિલ્લાના શહેરા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેકટર એન.એમ.પ્રજાપતિ તેમજ એ.એસ.આઈ. હિતેશ પ્રજાપતિ સહિતની પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન બાતમી મળી હતી કે વાઘજીપુર થી પાદરડી (ગોરાડા) ગામ તરફ એક મોટર સાયકલ નંબર જી.જે.૬એ.એલ.૮૬૧૩ ઉપર તેનો ચાલક વિદેશી દારૂનો જથ્થો લઈને આવનાર છે જે બાતમીના આધારે શહેરા પોલીસે વાઘજીપુર બામણ ચોકડીથી પાદરડી ચોકડી વચ્ચે આવેલ રોડ ઉપર નાકાબંધી કરતા બાતમીવાળી મોટર સાયકલ આવતા તેને ઉભી રખાવી ચાલક પાદરડી ગામના ગોરાડા ફળિયાનો રાજેન્દ્રસિંહ ઉર્ફે ભવાન જયસિંહ પગી અને તેની પાછળ બેઠેલ સુરેલી ગામના દુધેરી ફળિયાનો કિરણસિંહ રૂમાલસિંહ પરમાર આ બંને ઈસમો મોટર સાયકલ ઉપર પ્લાસ્ટિકના બે થેલામાં વિદેશી દારૂનો જથ્થો લઈને જતા હોવાનું જણાવતા પોલીસે થેલામાં તપાસ કરતા થેલામાંથી વિદેશી દારૂની ૩૬૮ બોટલ જેની કિંમત રૂપિયા ,૨૬,૧૨૮ તેમજ મોટર સાયકલની કિંમત રૂપિયા ૧૦,૦૦૦ આમ કુલ ૩૬,૧૨૮ ના મુદ્દામાલ સાથે રાજેન્દ્રસિંહ પગી તેમજ કિરણસિંહ પરમાર આ બંને ઈસમોને પોલીસે ઝડપી પાડી તેઓની સામે પ્રોહીએક્ટ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here