કાલોલમાં કોરોનાની વધતી રફતાર તાલુકામાં કુલ 85 કેસ

કાલોલમાં કોરોનાની વધતી રફતાર : કાલોલ શહેરમાં-૨ અને વેજલપુરમાં-૩ મળી કુલ ૫ કોરોના પોઝીટીવ : એક મોત. તાલુકામાં કુલ ૮૫ કેસો નોંધાયા.

કાલોલ(પંચમહાલ)
મુસ્તુફા મિર્ઝા

કાલોલ હોળી ચકલા વિસ્તારમાંથી કોરોના દર્દીને લઈ જતી આરોગ્યની ટીમ
કાલોલ હોળી ચકલા વિસ્તારમાંથી
કોરોના દર્દીને લઈ જતી આરોગ્યની
ટીમ તેની તસ્વીએ

દેશ અને દુનિયામાં કાળો કેર વર્તાવતા કોરોનાએ કાલોલ શહેર સાથે હવે તાલુકાના વેજલપુરમાં ડેરો જમાવતા વેજલપુરમાં નવા ૩ અને શહેરમાં ૨ મળી પાછલા ચોવીસ કલાકમાં નવા કુલ ૫ કોરોના પોઝીટીવના કેસો પ્રકાશમાં આવતા કોરોનાની રફતારને રોકવામાં તંત્ર નિષ્ફળ નિવડયુ હોવાનું જોવા મળે છે. પાછલા ચોવીસ કલાકમાં ઉજાગર થયેલા કેસો મુજબ ગુરૂવારે સાંજે વેજલપુરમાં મંદિર ફળિયાના રવિ સતીશકુમાર સુથાર, હુસેનભાઈ યુસુફ બંદી(ઉ.વ, ૫૦) સદ્દામ હનીફ ટપ કોરોના પોઝિટિવ બન્યા હતા, જ્યારે કાલોલ શહેરમાં હનુમાન ફળિયાના નિલેશ દીનેશચંદ્ર પરીખ(ઉ.વ. ૪૮)નામના કરિયાણાની દુકાનના વેપારી અને હોળી ચકલના ઇન્દુબેન કનૈયાલાલ પરીખ (ઉ.વ.૮૦) સ્થાનિક સંક્રમણને પગલે કોરોના સંક્રમિત બન્યા હતા. આમ કાલોલ તાલુકામાં કુલ કેસો વધીને ૮૫નો આંક નોંધાયો હતો જે પૈકી ૪ મોત, ૩૧ ડિસ્ચાર્જ, ૫૦ દર્દીઓ હાલમાં સારવાર હેઠળ, જ્યારે કાલોલ શહેરમાં કુલ ૫૬ કેસો પૈકી ૩ મોત,૨૦ ડિસ્ચાર્જ અને હાલમાં ૩૩ એક્ટીવ કેસો સારવાર હેઠળ હોવા અંગે તંત્રએ પુષ્ટિ કરી હતી. કાલોલ નવાપુરા વિસ્તાર માં ગત સપ્તાહે જ કોરોના પોઝિટિવ આવેલા કાંતિલાલ સોમેશ્વર પાઠક ઉ. વ ૮૦ નું સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું હોવાના અહેવાલો મળી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here