નર્મદા જિલ્લામાં આજે 9 પોઝિટિવ કેસો નોંધાયા જે પૈકી રાજપીપળામાં જ 8 કેસ

કાછીયાવાડમાં 2 સફેદ ટાવર પાસે 2 વિશ્વેશ્વર મહાદેવ પાસે 1, ભાટવાડા 1, રાજેન્દ્ર નગર સોસાયટીમાં 1, ઓફિસર્સ કોલોની 1 સહિત 8 કેસ રાજપીપળા નગરમાં જ આવ્યા

સટેચયુ ઓફ યુનિટી પાસેના લીમડી ગામમાં કોરોના પોઝિટિવનો કેસ નોંધાયો

જીલ્લામાં કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યા 384 પર પહોંચી

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવના દર્દીઑની સંખ્યા કાળો કહેર વર્તાવી રહી છે કુદકે ને ભૂસકે કોરોના પોઝિટિવ કેસો નોધાઇ રહયા છે , જેમના સિરે જીલ્લાના આરોગ્ય જાળવવાની જવાબદારી છે તે આરોગ્ય અધિકારી પટેલ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આજ રોજ નર્મદા જિલ્લામાંથી 9 પોઝિટિવ કેસો મળી આવ્યા છે જેમાં રાજપીપળા નગરના જ 8 દર્દીઓ પોઝિટિવ આવતા માત્ર 40 હજારની જ વસ્તી ધરાવતા નગરને કંટ્રોલમાં લાવવા આરોગ્ય વિભાગ સહિત સમગ્ર તંત્ર નિષ્ફળ જઇ રહયુ છે જે ચિંતા ઉપજાવે તેવી બાબત છે.

નર્મદા જિલ્લામાં એપિસેન્ટર રાજપીપળા નગર બન્યુ છે. અનેક લોકો બહારગામ સારવાર અર્થ જાય છે મોતને ભેટી રહ્યા છે પરિવારજનો કોરોનામાં મોત નિપજ્યાનું જણાવે છે પરંતુ નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તેની કોઈ જ નોધ લેવામાં આવતી નથી !

આજરોજ કસબાવાડ મહોલ્લાના રાજન સમોસા વાળા ફકીર મહંમદ મનસુરીનું વડોદરા ખાતે કોરોનાની સારવાર દરમ્યાન મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. કાછીયાવાડના સનતુભાઈ કાછીયાનું પણ બહાર મોત નિપજ્યું છે પરંતુ રાજપીપળામાં મોત થયેલ ના હોય આંકડા ગણાતા નથી !!!

આજરોજ રાજપીપળાના કાછીયાવાડ ખાતેથી 2, ભાટવાડા માથી 1, રાજેન્દ્ર નગર સોસાયટીમાં 1, વિશ્વેશ્વર મહાદેવ પાસેથી 1, સફેદ ટાવર પાસે થી 2 અને ઓફિસર્સ કોલોનીમાંથી 1 કેસો પોઝિટિવ મળી આવ્યા છે. આ ઉપરાંત સટેચયુ ઓફ યુનિટી પાસેના લીમડી ગામ ખાતેથી કોરોના પોઝિટિવનો કેસ નોંધાયો છે. જીલ્લામાં કોરોના પોઝિટિવના દર્દીઑની સંખ્યા 384 ઉપર પહોંચી છે .

આમ નર્મદા જિલ્લામાં દિવસે-દિવસે પરિસ્થિતિ વિકટ બનતી જાય છે જે ચિંતાનો વિષય બનેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here