કાલોલ તાલુકાના કરોલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા મનઘડત રીતે આરટીઆઇ કાયદાનું અર્થઘટન

કાલોલ,(પંચમહાલ)
મુસ્તુફા મિરઝા

આરટીઆઇનો કાયદો દાંત વગરના વાઘ જેવો સાબિત થઇ રહ્યો છે, અધિકારીઓ પોતાની મેળે અર્થઘટન કરી રહ્યા છે

કાલોલ તાલુકાના કરોલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી સમક્ષ માહિતી અધિકારના કાયદા હેઠળ દિલીપસિંહ મોહનસિંહ ગોહિલ નવી કરોલી દ્વારા ફેબ્રુઆરી માસમાં અરજી આપીને છેલ્લા છ વર્ષમાં ગ્રામ પંચાયતમાં કરેલા સરકારના વિવિધિ કામોની ટેન્ડર, વર્ક ઓર્ડર, એસ્ટીમેટ ઓર્ડર તથા કમપ્લીશન સર્ટિફિકેટ અને ચુકવણી કર્યાની હાર્ડ કોપી, સરકારી ગ્રાન્ટ ગ્રામ પંચાયતના કયા કયા વિસ્તારોમાં હળવા તેની યાદી, ગ્રામ પંચાયતમાં મૂકવામાં આવેલા બોર તથા જાહેર શૌચાલયોના લાભાર્થીઓની યાદી, મનરેગા યોજનામાં કામ કરતા લાભાર્થીઓ દહાડિયા પત્રકની નકલ તથા તમામ લાભાર્થી મજૂરોના લીધેલા દસ્તાવેજોની નકલ, કરોલી ગ્રામ પંચાયતના સાધારણ સભામાં એજન્ડા સહિત કામકાજ અને હાજરીની તથા ચૂંટણી ફોર્મમાં ઉમેદવારે કરેલ સહીની નકલ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓની તમામ દસ્તાવેજો સહિતની નકલ, પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભ સરપંચ તથા તેમના મળતિયાઓને મળતો હોય છે જેથી સાચા લાભાર્થીને માહિતી માહિતી અધિકારના કાયદા હેઠળ માંગેલ છે. આ ઉપરાંત વિકાસ કામોના નાણાંનો ઉપાડ કરવામાં આવે છે તથા આની ચુકવણીના ઠરાવ સહિતની નકલો માંગતા આરટીઆઇની અરજી આઠ મહિના આગાઉ આપી હોવાનું જાણવા મળેલ છે. આ અંગે અરજદાર દિલીપસિંહ ગોહિલ જણાવે છે કે ગ્રામ પંચાયતમાં સાફ-સફાઇ કરવામાં આવતી નથી ઠેર ઠેર ગંદકીના ઢગલા છે. સરકારની યોજનાનો લાભ સાચા લાભાર્થીને બદલે મળતિયાઓને આપવામાં આવ્યો છે જેથી કરીને આ માહિતી અધિકાર હેઠળ માહિતી માંગવી પડી હતી પરંતુ તલાટી કમ મંત્રીએ આજ દિન સુધી કોઈ માહિતી આપી નથી અને આવી કોઈ માહિતી મારી પાસે નથી એવું મૌખિક રીતે જણાવે છે. જ્યારે તલાટી કમ મંત્રીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે ઘણીબધી માહિતી માંગી હોવાથી આપી શકાય તેમ નથી તેવો જવાબ આપ્યો છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે માહિતી અધિકારમાં એવી કોઈ જોગવાઈ છે ખરી ? કે ઘણી બધી માહિતી માંગતી હોય તો માહિતી આપવી નહીં. આમ અધિકારીઓ પોતાની રીતે પોતાને મન ફાવે તે રીતે માહિતી અધિકારના કાયદાનું અર્થઘટન કરતા હોય તેવું જણાઈ રહ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here