છોટાઉદેપુર : ચલામલી ખાતે એક તબીબે કોરોના મહામારીમાં અનોખી રીતે ગણેશ વિસર્જન કર્યું

સલમાન મેમણ, છોટાઉદેપુર

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચલામલી ગામે તબીબ અને તેમના પરિવારે કોરોના મહામારીને ધ્યાનમાં લઈને સરકારની ગાઈડલાઇનને અનુસરીને ઘરમાં જ ગણેશજીની ઇકો ફ્રેન્ડલી માટીની મૂર્તિની સ્થાપના કરી હતી ગણેશ વિસર્જનના દિવસે ગણેશજીને અનોખી રીતે બેટરી વડે ચાલતી ટોય ગાડીને સુશોભિત કરી ઘરના એક છેડેથી બીજા છેડે વાજતે ગાજતે આરતી, ગરબા ઘ્વારા પુરી શ્રદ્ધાથી લઇ જઈને એક મોટા સાધનમાં પાણી ભરીને ઘરમાં જ ગણેશજીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું તબીબ પરિવારના સભ્યો ઘ્વારા ગણેશજીને પુરી શ્રદ્ધાથી પૂજા અર્ચના કરી આવતા વર્ષે વહેલા આવવા અને કોરોના મહામારીમાંથી સમગ્ર વિશ્વને સાજા કરી અર્થતંત્ર ફરી ધબકતું થાય તેવી ગણેશજીને પ્રાર્થના કરી હતી આમ કોરોના મહામારીમાં ગણેશજીની સ્થાપના અને વિસર્જન ભક્તો ઘ્વારા સોસીયલ દિસતાનસિંગનું પાલન ધ્યાનમાં રાખી કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here