છોટાઉદેપુરમાં હર દિન હર ઘર આયુર્વેદ અભિયાન અંતર્ગત દરબાર હોલ ખાતે આયુષ મેળો યોજાયો

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

છોટાઉદેપુર માં દરબાર હોલ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ હર દિન હર ઘર આયુર્વેદ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ નિયામકશ્રી આયુષ ની કચેરી ગાંધીનગર અને આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત છોટાઉદેપુર દ્વારા આજરોજ તારીખ 14 મી ફેબ્રુઆરી 2023 ને મંગળવારે સવારે 10 થી બપોરના ત્રણ કલાક ના સમય દરમિયાન નગરપાલિકા સંચાલિત દરબાર હોલ ખાતે આયુષ મેળા અંતર્ગત વિવિધ આરોગ્ય લક્ષી કાર્યક્રમ છોટાઉદેપુર વિસ્તારના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના અધ્યક્ષ સ્થાને યોજાયો
જિલ્લા આયુર્વેદિક અધિકારી ડોક્ટર પારુલ વસાવાય ઉપસ્થિત તમામ મહાનુભાવોનું શાબ્દિક પ્રવચન દ્વારા સ્વાગત કર્યું હતું ઉપસ્થિત તમામ મહાનુભાવો એ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો જિલ્લા પંચાયત આયુર્વેદિક વિભાગ દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભવોનો પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું હતું ઉપસ્થિત મહાનુભાવો એ કાર્યક્રમને અનુરૂપ પોતાનું પ્રાસંગિક પ્રવચન કર્યું હતું જિલ્લા પંચાયત આયુર્વેદિક વિભાગ દ્વારા વનસ્પતિ ઔષધી રસોડાની ઔષધી તેમજ icds વિભાગ દ્વારા વાનગીઓનું પ્રદર્શન ગોઠવામાં આવ્યું હતું ઉપસ્થિત તમામ મહાનુભવે તમામ પ્રદર્શનનું મુલાકાત લીધી હતી આ પ્રસંગે છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા જિલ્લા ભાજપ મહામંત્રી પ્રોફેસર શંકરભાઈ રાઠવા તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ રાઠવા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ વાનુબેન વસાવા છોટાઉદેપુર તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ નાયકા તેમજ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા આયુર્વેદિક શાખા ના કર્મચારીઓ આંગણવાડીની બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here