માનનીય પ્રધાનમંત્રીના 70 માં જન્મ દિવસની ઉજવણીના ભાગ રૂપે તિલકવાડાં ભારતીય જનતા પાર્ટીના કરીકર્તાઓ દ્વારા ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું

તિલવાડા,(નર્મદા)
વસીમ મેમણ

તિલકવાડાં ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ દ્વારા માનનીય પ્રધાન મંત્રીજીના જન્મદિવસ ની ઉજવણી ના ભાગરૂપે તિલકવાડાં તાલુકાના દરેક આરોગ્ય વિભાગ માં ફ્રૂટ વિતરણ ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું.

આગામી 17 મી તારીખ ના રોજ માનનીય પ્રધાનમંત્રી શ્રી નો જન્મદિવસ છે જેના ભાગરૂપે તિલકવાડાં તાલુકાના ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ દ્વારા 14 તારીખ થિ 20 તારીખ સુધી સેવા સપ્તાહ ઉજવવામાં આવસે જેના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ દ્વારા આજરોજ તિલકવાડાં આરોગ્ય કેન્દ્ર.બૂંજેઠા આરોગ્ય કેન્દ્ર.અગગર આરોગ્ય કેન્દ્ર.તથા વજેરિયા આરોગ્ય કેન્દ્ર માં જઈને દરેક દર્દીઓને કેરા.સફરજન બિસ્કિટ જેવા વિવિધ પ્રકારની ખાવાની ચીજોનું વિતરણ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમ માં ભારતીય જનતા પાર્ટી તિલકવાળા તાલુકા પ્રમુખ બાલુભાઈ બારીયા ઉપ પ્રમુખ જ્યેન્દ્ર ભાઈ પ્રજાપતિ તથા વલ્લભભાઈ જોશી .ગોપાલભાઈ તડવી તથા દરેક અગ્રગણિય કાર્યકર્તાઓ એ હાજરી આપી હતી અને ફ્રૂટ વિતરણ કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here