નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા પહોંચી 232 પર, રાજપીપળામાં 13 પોઝિટિવ કેસ

નર્મદા જિલ્લામાં આજે 14 કોરોના પોઝિટિવ કેસો નોધાયા

8 મી જુલાઇ એ નર્મદા જિલ્લાએ સેન્ચ્યુરી વટાવી હતી ત્યાર બાદ માત્ર 14 દિવસ માજ 132 પોઝિટિવ કેસો નોધાયા

આજે નોધાયેલ 14 કેસો પૈકી 13 પોઝિટિવ કેસો રાજપીપળામાંથી મળી આવ્યા જ્યારે 1 કેસ નાવરામાંથી નોધાયો

રાજપીપળા(નર્મદા)
આશિક પઠાણ

રાજપીપળા નગરની સ્થિતિ કોરોના પોઝિટિવ કેસોના મામલે જવાળામુખી ઉપર સવાર થઇ રહી છે, રાજપીપળા માંથી નીકળતા પોઝિટિવ ના દર્દીઑની સંખ્યા દિન પ્રતિદિન વધતી જ જાય છે જે ખુબ જ ગંભીર બાબત છે. નર્મદા જિલ્લામાં આજરોજ કુલ 14 પોઝિટિવ કેસો મળી આવ્યા છે જેમાંથી રાજપીપળા નગરના 13 પોઝિટિવ કેસોનો સમાવેશ થાય છે અને એક પોઝિટિવ કેસ નાવરામાંથી નોધાયો છે.

રાજપીપળા નગરના લગભગ દરેક વિસ્તારમાં કોરોનાએ પગ પેસારો કરી દીધો છે. ગીચ વસતી ધરાવતા કાછીયાવાડ , કસબાવાડ શાકમાર્કેટ વિસ્તાર, માલીવાડ સહિતના વિસ્તારમાં કેસો દિન પ્રતિદિન વધી રહયા છે. કાછીયાવાડના રહીશો મોતને પણ ભેટયા છે.

આજરોજ નર્મદા જિલ્લા એપેડેમીક મેડીકલ ઓફિસર ડૉ. કશ્યપ દ્વારા મળેલ માહિતી અનુસાર નર્મદા જિલ્લામાં આજરોજ કુલ 14 પોઝિટિવ કેસો મળી આવ્યા છે. જેમાં રેપીડ એનટીજન પોઝિટિવ ના 11 અને RTG PCR પોઝિટિવ ના 3 દર્દીઓની સમાવેશ થાય છે.

આજરોજ જેમના સેમ્પલ ટેસ્ટીંગ લેવામાં આવેલ અને રેપિડ એનટીજન પોઝિટિવ આવ્યા તેમા 1 ) તારાબેન બચુભાઈ તડવી રહે.કુંભારવાડ 2 ) કિશનભાઇ ઉપેશભાઇ દોષી રહે. સોનીવાડ 3) ઉપેશભાઇ કંચનભાઇ દોશી રહે. સોનીવાડ 4) નયનભાઈ રમેશભાઈ તડવી રહે. આરબટેકરા 5.) ભટ્ટ સાગર દિલીપભાઇ રહે. ચોર્યાસીની વાડી 6 ) જીગ્નેશ મનહરલાલ મિસ્ત્રી રહે. ચોર્યાસીની વાડી 7 ) રવિ જયંતિભાઈ માછી રહે. ટેકરાફળીયા 8 ) મોહિનદર એમ. તડવી રહે. ભાટવાડા. 9 ) ઝવેરભાઈ નગીનભાઈ પંચાલ રહે. નવાપરા 10 ) નિધિ દિપેશભાઈ સોની પારેખફળીયા અમદાવાદ સારવાર માટે રીફર 11 ) હરેશભાઈ જયંતિભાઈ વસાવા રહે. સુંદરપરા, રાજપીપળાનો સમાવેશ થાય છે.

જેમના RT PCR પોઝિટિવ આવ્યા તેમાં 12) મંજુલાબેન મથુરભાઈ વસાવા રહે. ટેકરાફળીયા 13 ) ગીતાબેન જયંતિભાઈ પંચોલી રહે. ચાંદનીચોક અને 14) મીનાબેન અંબાલાલ માછી રહે. નાવરાનાઓનો સમાવેશ થાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આજરોજ નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવના દર્દીઑની સંખ્યા 232 ઉપર પહોંચી છે આ સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે, 8 મી જુલાઇ ના રોજ કોરોના પોઝિટિવ દર્દી ની સંખ્યા માત્ર 103 ની હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here