ગુજરાતના ગામડે-ગામડે પહોંચ્યો આમ આદમી પાર્ટીનો કાફલો, ગુજરાતને ત્રીજો વિકલ્પ મળશે કે પછી !!?

મોરબી,
આરીફ દીવાન

“વાંકાનેરના તીથવા ગામે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ સભાનું આયોજન સફળ બનાવ્યું”

આગામી નગરપાલિકા મહાનગરપાલિકા અને ગામ પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓના સૂર ગૂંજી રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય પક્ષો પોતાનો પગપેસારો કરવા માટે અને સત્તાનું સોપાન સંભાળવા માટે ના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે મોટા ભાગે ગુજરાતમાં પાલિકા અને ગામ પંચાયતના શાસન કાર્ડ માં પ્રજાલક્ષી કામો મા જાણે નિષ્ફળ નિવડયુ હોય તેમ અખબારોના સમાચાર રોજ બની રહ્યું છે તેવા સમયે ગુજરાતમાં આમ આદમી પાર્ટી તરફ મોટા મોટા ઉદ્યોગો થી માંડી વર્ષોથી કોંગ્રેસી અને ભાજપ સાથે સંકળાયેલા રાજકીય નેતાઓ અગ્રણી આગેવાનો કાર્યકરો સહિત નવા યુવાનો રાજકીય ક્ષેત્રે ઝંપલાવવા લાગી રહ્યા છે જેમાં આમ આદમી પાર્ટીમાં યુવાનોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે તેનાથી લાગી રહ્યું છે કે હવે કોંગ્રેસ ભાજપ મુક્ત ગુજરાત થાય તો નવાઇ નહીં આમ આદમી પાર્ટીનું દરેક જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં પ્રજાલક્ષી કાર્યક્રમો અને સભા સંગઠન યુવા સંગઠન આયોજન થઈ રહ્યા છે તેવું જ કંઇક વાંકાનેરમાં આવેલા તીથવા ગામ ખાતે તાજેતરમાં જ સભાનું આયોજન થયું છે જેની જાણવા મળતી વિગત મુજબ એવી છે કેગત તારીખ 24 સપ્ટેમ્બર ના રોજ આમ આદમી પાર્ટી વાંકાનેર દ્વારા ” આપ ચલી ગાંવ કી ઔર” અભિયાન અંતર્ગત વાંકાનેર તાલુકાના તીથવા ગામ માં ગામ સભાનું આયોજન કરેલ હતું.

ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાત અને સાચા સ્વરાજની સ્થાપના એ  આમ આદમી પાર્ટી નો મુખ્ય ઉદ્દેશ છે ત્યારે વાંકાનેર મા સીસીઆઇ દ્વારા કરવામાં આવેલ કપાસની ખરીદી માં ચાલતા કમિશન રાજ અને સસ્તા અનાજ, બીપીએલ કાર્ડ ,આધાર કાર્ડ માં થતા ધકા અને લોકડાઉન  દરમિયાન સ્થાનિક નેતાઓ દ્વારા કરવામાં આવેલી તમાકુ ની કાળાબજારી અંગે ગ્રામજનોને જાગૃત કર્યા હતા.વધુમાં  આમ આદમી પાર્ટી એ આગામી તાલુકા જિલ્લા અને નગરપાલિકાની ચૂંટણી માં જમ્પલવા માટે યુવાઓ ને આહ્વાન કર્યું હતું.

સ્વાભાવિક છે કે કોરોના જેવી મહામારી માંથી જ્યારે દેશ પસાર થઇ રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર કૌભાંડો કરવામાં વ્યસ્ત છે પછી એ કૌભાંડ વેન્ટિલેટર નું  હોય સેનેટાઈઝર નું હોય ,પી પી ઇ કીટ નું હોઇ કે પછી સસ્તા અનાજના કોભાંડ નું હોઈ જ્યારે બીજી બાજુ દિલ્હીની કેજરીવાલ સરકાર ઈમાનદાર રાજનીતિ ના કારણે કોરોના ને કાબૂ કર્યો છે જેની નોંધ આખા વિશ્વના દેશો એ લીધી છે.

આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આગામી તારીખ ૧૮ સપ્ટેમ્બર ના  “આપ ચલી ગાંવ કી ઔર” અભિયાન ચાલુ થવાનુ  છે ત્યારે મોરબી જિલ્લા એ 16 તારીખે લીલી ઝંડી આપી દીધી હતી અને ગામડે ગામડે જઈને સભાઓ યોજવાનું ચાલુ કર્યું છે.જેમા વાંકાનેર તાલુકાના તીથવા ગામે સભાનું આયોજન સફળ બન્યું હોય તે તસવીરમાં નજરે પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here