નર્મદા જિલ્લાની એકમાત્ર સિવિલ હોસ્પિટલમા અપુરતા સ્ટાફ અપુરતી સુવિધાઓનો મુદ્દો ભાજપા નેતા એજ ઉઠાવ્યો…

રાજપીપલા,(નર્મદા)
આશિક પઠાણ

ગુજરાત સરપંચ પરિષદના દક્ષિણ ઝોન પ્રમુખ નિરંજન વસાવાએ દવાખાનાના વહીવટ સામે લગાવ્યા ગંભીર આરોપ

નહી જેવી બિમારીમા આદિવાસી દર્દીઑને વડોદરા ખસેડવામાં આવતા હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ

નર્મદા જિલ્લામા આરોગ્ય લક્ષી સુવિધાઓ કથળેલી હોવાનું અવારનવાર મિડીયાના માધ્યમથી પ્રકાશિત થતું હોય છે , MRS સિસ્ટમ નર્મદા જિલ્લામા કથળેલી હોય પ્રકાશિત થતાં અહેવાલો તંત્રના બહેરા કાનો સુધી પહોચતાજ નથી !!! ત્યારે ભાજપના જ એક આગેવાન દ્વારા રાજપીપળાના સરકારી દવાખાનામાં અપુરતી સુવિધાઓ આદિવાસીઓ માટે કેટલી ત્રાસદાયી અને અગવડભરી છે તે સોશીયલ મિડીયામા વાયરલ થતાં ચર્ચાનો વિષય બનેલ છે.
આશા રાખીએકે દક્ષિણ ગુજરાત સરપંચ પરિષદના દક્ષિણ ઝોન પ્રમુખ નિરંજન વસાવાએ દવાખાનાની ઉણપો જાહેર કરેલ છે તેનો ઝડપી ઉકેલ આવે. તેઓએ વ્યકત કરેલ વ્યથા શબ્દશઃ આ મુજબ છે.

નર્મદા જિલ્લામાં ફક્ત એક જ સિવિલ હોસ્પિટલ આવેલી છે અને અત્યારે રાત્રીના સમયે એક જ ડૉક્ટર અને એક પટાવાળો એક નર્સ અહીંયા સેવા આપી રહ્યા છે અહીં 90% આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે અને અહીંયા બીજી કોઈપણ જાતની સુવિધાઓ ઉપલબ્ધ નથી અને અહીંયા દરેક પ્રકારની સમસ્યાઓ વાડા પેશન્ટ આવતા હોય છે અને પેશન્ટને નહિ જેવી બીમારી હોય તેવા પેશન્ટોને પણ બરોડા દાખલ કરવા પડે છે અને નર્મદા જિલ્લા સિવિલ હોસ્પિટલમાં પૂરતી સુવિધા ન મળવાના કારણે દરરોજ એ ખુબ જ લોકોના મૃત્યુ થાય છે અહીંના ડોક્ટર શ્રી ઓએ પણ ઘણી બધી વાર રજૂઆત કરી તેમ છતાં આજ દિન સુધી અહીંયાગાડી કોઈ સુવિધા નથી તો અહીં આજે સ્થાનિક નેતાઓ છે એ કોઈપણ પાર્ટીના હોય ભાજપ કોંગ્રેસ કે બીટીએસ નેતાઓ મોટા મોટા હોદ્દા લઈને શું કરી રહ્યા છે અહીંયાગાડી કોઈ પેશન્ટ એટેક વાળો છે કોઈને લોહીની ઊલટી થાય છે કોઈક એક્સિડન્ટ વાળા કેસ આવે છે ડીલેવરી વાળા કેસ છે સાપ ચાવે છે એવા અનેક જાતના પેશન્ટો અહિંયા દરરોજ આવે છે અહીંઅગાડી નાઇટમાં એક જ ડોક્ટર હોવાના કારણે પૂરતી સુવિધાના મળવા ના કારણે પેશન્ટને બરોડા રીફર કરવામાં આવે છે અને કેટલાક પેશન્ટોને પુરતી સુવિધા ન મળવાના કારણે એ લોકો મૃત્યુ પામે છે.

આમ પોતાની વ્યથા ઉપરોક્ત શબ્દોમા વ્યકત કરી સત્તાધારી ભાજપ સહિત કોગ્રેસ તેમજ બી ટી પી ને જવાબદાર ઠેરવ્યા છે.આશા રાખીએ કે રાજપીપળાના સરકારી દવાખાનાની સમસ્યાઓનો ઝડપી ઉકેલ આવે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here