રાજપીપળાની અદાલતે ગાંજાના કેસમાં આરોપી ને દસ વર્ષની સજા ફટકારી

રાજપીપળા, (નર્મદા) આશિક પઠાણ :-

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવસાકી ગામના આરોપીએ પોતાના વાડામાં ગાંજાનો વાવેતર કર્યું હતું

પોલીસે રૂ 16.54 લાખના મુદ્દામાલ સાથે આરોપી ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દેવસાકી પટેલ ફળિયામાં રહેતા આરોપીએ પોતાના ઘરની પાછળ આવેલ વાડામાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડોનું વાવેતર કરતા આ આરોપીને નર્મદા પોલીસે ઝડપે તેના વાડામાં વાવેલા 232 ગાંજાના છોડ સહિત કુલ રૂ ૧૬.૫૬ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને આરોપીને અટકાયત કરી તેની સામે નાર્કોટિક્સ ની ધારાઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા નર્મદા જિલ્લાના સેશન્સ જજની કોર્ટમાં આ કેસ ચાલી જતા વિદ્વાન સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે . ગોહિલ ની દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીને દસ વર્ષની સજા અને રૂપિયા એક લાખનો દંડ ફટકારતા ગાંજાનો ગેરકાયદેસર વેપલો કરનારાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.

સમગ્ર બનાવવાની વાત કરીએ તો સાગબારા તાલુકાના દેવસાકી પટેલ ફળિયામાં રહેતા આરોપી લાલસીંગ મેઘજીભાઈ વસાવા એ પોતાના ઘરના વાડામાં ગેરકાયદેસર રીતે ગાંજાનો વાવેતર કર્યું હતું નર્મદા પોલીસે આ બાબત ની બાતમી મળતા આરોપી ના ઘરે રેડ કરી તેના વાડામાંથી 232 ગાંજા ના છોડ જેનો કુલ વજન 165.400 કિલોગ્રામ જેની કુલ કિંમત રૂ 15.54 લાખ ના મુદ્દામાલ સાથે આરોપીની અટકાયત કરી હતી, અને આરોપી સામે એનડીપીએસ એક્ટ ની કલમ 8(બી ) 20 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કેસ રાજપીપળા ની અદાલતમાં ચાલી જતા વિદ્વાન જજ એન. એસ .સિદ્ધિકી ની અદાલતે સરકારી વકીલ જીતેન્દ્રસિંહ જે. ગોહિલની ધારદાર દલીલો અને દસ્તાવેજી પુરાવો ને ધ્યાનમાં લઇ આરોપીને કસૂરવાર ઠેરવી 10 વર્ષની સજા અને રૂપિયા એક લાખનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની સજા નો હુકમ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here