હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનના રેપ વિથ મર્ડરનો કેસ શોધી કાઢતી પંચમહાલ જિલ્લા પોલીસ…

હાલોલ, (પંચમહાલ) રમેશ રાઠવા :-

ગત તારીખ ૧૪/૧૧/૨૦૧૨ ના રોજ એક ઉ.વ ૫ ની બાળકી ઘરેથી ખોવાયેલ હોવાની વિગત હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં મળતા અને બનાવની ગંભીરતા સમજી હાલોલ, રૂરલ પોલીસ સ્ટેશનના અધિકારી તથા કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી ગામના લોકો સાથે મળી બાળકીને શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવેલ હતા જે દરમ્યાન ગામની સીમમાંથી અંદાજે ૧૨-૩૦ આસપાસ એક બાળકીની ડેથબોડી મળેલ હતી અને સદર ડેડ બોડી ગુમ થનાર બાળકીની જ હોવાની તેઓના સગા સબંધી દ્વારા ઓળખી કાઢવામાં આવેલ હતી અને સદર ભોગ બનનાર બાળકીના શરીરની હાલત જોતા તેની સાથે કોઈ ઈસમે દુષ્કર્મ કરી તેનું મોત નિપજાવેલ હોવાનું જણાય આવેલ હતુ જેથી ગામ લોકોમાં ખુબજ આક્રોશ જોવા મળેલ હતો સદર બનાવમાં કોઈ પરપ્રાંતી લોકો સંડોવાયેલ હોવાનું માની લઇ ગામની આજુબાજુમાં પરપ્રાંતી લોકો કામ કરતા હોય તેવા સ્થળોએ જાતે શોધખોળ આદરેલ હતી, જેથી હાલોલ રૂરલ પોલીસ સ્ટેશન પરના ઉપરી અધિકારીશ્રીઓ તથા જિલ્લા કંટ્રોલ રૂમને જાણ કરતા તાત્કાલિક જીલ્લાના અન્ય પોલીસ સ્ટેશન તથા એલ.સી.બી. એસએજી તથા પેરોલ સ્કોડના અધિકારી તથા કર્મીઓ અને અન્ય અધિકારીશ્રીઓ ઘટના સ્થળે પહોચી ગયેલ હતા અને લોકોને સમજાવવાની કામગીરી હાથ ધરાય હતી અને સદર દુષ્કર્મ કરનાર ઈસમને વહેલી તકે પકડી લેવાની ખાતરી આપેલ હતી પરંતુ અમુક ઇસમોએ ગામની સ્કૂલ નજીકમાં આવેલ લાકડાના પીઠામા લાકડાના ઢગલામાં આગ લગાડી દીધેલ હતી તેથી કોઈ મોટી જાનહાની ના બને તેની કાળજી રાખી લાકડાના પીઠામાં કામ કરતા અંદાજે ૪૦ જેટલા પરપ્રાંતીઓને સલામત સ્થળે મોકલી આપવામાં આવેલ હતા અને તેઓની પણ પુછપરછ હાથ ધરવામાં આવેલ હતી, અને આગ લાગેલ સ્થળને આગ ઓલવવા સારૂ જીલ્લાના તથા નજીકની કંપનીઓના ફાયર ફાયટર બોલાવી કાર્યવાહી હાથય ધરવામાં આવેલ હતી.

સદર ફરીયાદમાં અલગ અલગ ટીમો દ્વારા ગુનાના દરેક પાસાઓની જીણવટભરી તપાસ હાથ ધરવામાં આવેલ હતી અને સદર બનાવ સ્થળની આજુબાજુના લોકોની પુછપરછ કરવામા આવેલ હતી અને લોકોને વિશ્વાસમાં લઈ તપાસ કરતા અમુક શકમંદ ઈસમોના નામ મળેલ હતા જેઓને રાત્રેજ હસ્તગત કરી પૂછપરછ હાથ ધરવામાં આવેલ હતી અને મરણ જનાર બાળકી જે પરિસ્થિતિમાં મળેલ હતી તે જોતા ફરીયાદીના ઘરની નજીકના કોઇ લોકો સંડોવાયેલ હોવાનું જણાઈ આવતું હતું જેથી તેઓ તમામની યુક્તિ પ્રયુક્તિ સાથે પુછપરછ કરતા ફરીયાદીના ઘરની નજીકમાં જ રહેતી કુટુંબી આરોપી વધુ શંકાસ્પદ જણાતા તેની ઉડાણ પૂર્વકની પુછપરછ કરતા ભાંગી પડેલ હતી અને તેણે ગુનાનો એકરાર કરેલ હતો અને જેને ગુનાના કામે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here