અમદાવાદ : હઝરત શેખ અહમદ ખટ્ટુ (રહે.)ના ઉર્ષ નિમિત્તે મજાર પર ગલેફ પેશ કરાઈ

અમદાવાદ, આરીફ દીવાન (મોરબી) :-

અહમદાબાદ શહેરનો પાયો નાખવામાં જે ચાર અહમદોનો સિંહફાળો છે તે પૈકીના સૌ પ્રથમ અહમદ અને અહમદાબાદ શહેરના સ્થાપક હજરત સુલતાન અહમદશાહ બાદશાહના પીરો મુરશીદ હજરત શેખ અહમદ ખટ્ટુ ગંજ-બક્ષ મગરીબી (રહમતુલ્લાહ અલયહે) ના ૫૯૫ મા ઉર્ષની સરખેજ રોજા ખાતે ખૂબ જ શાનો શોકતથી ઉજવણી કરવામાં આવી હતી. આ ઉર્સ પ્રસંગે સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરી પરંપરા મુજબ ગલેફ લઇ પહોંચી ગયા હતા અને અન્ય અકિદતમંદો ની સાથે મળી ગલેફ અને ફુલની ચાદર પેશ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here