હાલોલ : દર વર્ષની જેમ ઈદ મેળાની પરવાનગી તેમજ તકેદારી બાબતે હાલોલ ટાઉન પોલીસ મથકે P.I સમક્ષ મુસ્લિમ અગ્રણીઓ દ્વારા ચર્ચા વિચારણા

હાલોલ, (પંચમહાલ) ઈરફાન શેખ :-

હાલોલ નગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બકરા ઈદ ના તેહવાર નિમિતે હાલોલ પાવાગઢ રોડ ઉપર આવેલ હઝરત બાદશાહ બાવા ની દરગાહ પાસે ત્રણ દિવસીય ઈદ મેળા નું આયોજન કરવામાં આવેલ છે તેનાં અનુસંધાને તા.૨૬/૦૬/૨૦૨૩ ના રોજ સાંજના ૬ કલાકે તકેદારી વ્યવસ્થા બાબતની મંજૂરી બાબતે મુસ્લીમ અગ્રનીઓ દ્વારા ચર્ચા બેઠક યોજાઈ હતી. આગામી તા.૨૯/૦૬/૨૦૨૩ને ગુરુવારના રોજ ઈદુલ – અદહા ના તેહવાર અંતર્ગત મુસ્લીમ સમાજ ના અગ્રણીઓએ તકેદારી વ્યવસ્થા ની મંજૂરી બાબતે હાલોલ પોલીસ મથકના પી.આઈ કે. એ. ચોધરી સાહેબ ને મળી ઈદ મેળા અંગેની ચર્ચા કરવામાં આવી હતી. જો કે આ બાબતે તા.૨૪/૦૬/૨૦૨૩ ના રોજ શાંતિ સમિતિ ની બેઠક મા ચર્ચા થઈ હતી પરંતુ ઈદ મેળા માં અ વ્યવસ્થા ના સર્જાય તે માટે આજ રોજ હાલોલ ટાઉન પોલીસ મથકે મુસ્લિમ સમાજ ના અગ્રણીઓએ મેળા ની મંજૂરી અને વ્યવસ્થા જવાબદારી બાબતે ચર્ચા વિચારણા કરાઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here