અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ભટેળા ગ્રામ પંચાયતમાં મનરેગાના અમલીકરણથી શ્રમિકો મેળવી રહ્યા છે રોજગારી

મોડાસા, (અરવલ્લી) વસીમ શેખ :-

તળાવમા પાણી ભરાવવાના કારણે પશુઓને પાણીની સમસ્યા દુર થઇ. અને ગામના કુવા તેમજ બોરવેલમા પાણીનુ સ્તર ઉંચુ આવ્યુ

ગ્રામપંચાયત દ્વારા ગ્રામ સભાનો ઠરાવ કરી દરખાસ્ત કરી વહીવટી મંજૂરી મેળવી તળાવ ઊંડું કરવાનું કામ શરૂ

આજે વિશ્વના અનેક દેશો બેરોજગારીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યા સમૃદ્ધ દેશો અને ઔધ્યોગિક દ્રષ્ટિએ પછાત દેશોની છે. જેથી કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારે બે રોજગારીથી ઊભી થતી પરિસ્થિતિને અનુલક્ષીને ગામડાના ગરીબોને ઘેરીવળતા બે રોજગારીની અનિશ્ચિતતાના વાદળો વિખેરવામાં આવે અને તેમને વિશ્વાસપૂર્ણ આશ્વાસન આપવામાં આવે તે કપરા સમયમાં સરકાર તમારી પડખે છે. ગ્રામ્યગરીબને મુશ્કેલીના સમયમાં પ્રત્યક્ષ રોજગારી મળી રહે તે હેતુ સર રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી અધિનિયમ – ૨૦૦૫ થી દરેક ગ્રામ્ય કુટુંબને નાણાકીય વર્ષમાં ૧૦૦ દિવસની સવેતન રોજગારી આપવાનીઅને સાથોસાથ નિયત સમયમાં રોજગારી પુરી પાડી ન શકાય તેવા કિસ્સામાંબેરોજગારી ભથ્થું ચુક્વવાની જવાબદારી સરકારે સ્વીકારી છે.

ઉપરોક્ત કાયદાને અનુસરીને ગુજરાત સરકારે પણ ગામડાના લોકોને રોજગારી આપવાનો પડકાર જીલી લીધો અને “ ગુજરાત ગ્રામ્ય રોજ્ગાર બાહેધરી યોજના” નો અમલ ૨ ફેબ્રુઆરી – ૨૦૦૬ થી ૬ જીલ્લામાં શરૂ કરેલ હતો. અને ૦૧ એપ્રિલ – ૨૦૦૮થી સમગ્રગુજરાતને આ યોજના હેઠળ આવરી લીધી છે. કપરી પરિસ્થિતી અને વિપરીત સંજોગો હેઠળ સ્થળાંતર માટે મજબુર થતાં ગરીબોને રોજગારી આપવાનું વચન આ કાયદા દ્વારા અપાય ચુક્યું છે.

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં ભટેળા ગ્રામપંચાયત આવેલ છે. આ ગ્રામ પંચાયતની કુલવસ્તી ૩૨૦૦ જેવી છે. ભટેરા ગામે પ્રાથમીક સુવિધાઓ છે પરંતુ જન જીવન તેમજ પશુઓને પીવાના પાણી અંગે તંગી અવારનવાર રહેતી હતી, જેના કારણે સ્થળનુ ગ્રામ પંચાયત માપાણી સમીતી દ્વારા સર્વે હાથ ધરી વોટર કંજરવેશનના કામો હાથ ધરવાનુ નક્કી કરવામા આવ્યુ. અને ગ્રામ સભામા સર્વાનુમતે ઠરાવ પસાર કરવામા આવ્યો અને તે કામની દરખાસ્ત તૈયાર કરી મનરેગા યોજના અંતર્ગત કામ હાથ ધરવાનુ નક્કી કરવામા આવ્યુ.

ભટેરા ગ્રામ પંચાયતમા નક્કી કરેલ કામો પૈકી ભટેળા ગામનું મોટું તળાવ ઊંડું કરવાનું કામ ચાલુ કરવામા આવ્યુ. જેના થકી લોકોમા આંશીક રાહત જણાઇ અને ત્યાર બાદ ચેકડેમ ઉંડા કરવાના કામો પણ હાથ ધરવામા આવ્યા જેથી હવે ગ્રામજનોને પાણીની અછતનુ સંકટ હવે દુર થયેલ જણાઇ આવે છે. તળાવમા પાણી ભરાવવાના કારણે પશુઓને પાણીની સમસ્યા દુર થયેલ છે. અને ગામના કુવા તેમજ બોરવેલમા પાણીનુ સ્તર ઉંચુ આવેલ જણાય છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here