છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારના રંગપુર નાકા પાસેથી કિ.રૂ.૪૫,૩૪૦/-નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

છોટાઉદેપુર, સકીલ બલોચ :-

સંદીપ સિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, વડોદરા નાઓ તથા – આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ કે દારૂ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ જીલ્લાના તમામ થાણા અધિકારી તથા તમામ શાખા ઇન્ચાર્જશ્રી નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવુતી/હેરાફેરી સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની સુચના કરેલ….જે અન્વયે  વી.એસ.ગાવિત પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુરનાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ જે અનુસંધાને એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકિકત આધારે રંગપુર નાકા પાસેથી (૧) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર તથા નં.(૨) અલ્કેશભાઈ રામસિંગ ભાઈ ચૌહાણ ઉ.વ.૧૮ ફળીયામોહ ઘોડાઆંબા ફળીયા તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી) નાઓના કબ્જાના કંતાનના – કોથળા તથા સ્કુલ બેગમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારુના પ્લાસ્ટીક ક્વાટરીયા તથા બીયર મળી કુ.કિ.રૂ.૪૫,૩૪૦/- નો મુદામાલ ઝડપી પાડી પ્રોહીનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાયર્વાહી હાથ ધરવામાં આવેલ છે

.> કબ્જે કરવામાં આવેલ મુદામાલ :-
(૧) ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ બોટલ નંગ-૪૧૦
(૨) મોબાઇલ નંગ-૦૧
(૩) રોકડા રુપીયા
३.३.४५,३४०/-
३ि.२.५,०००/-
४ि.२.२००/-
કુલ કિ.રૂ.૫૦.૫૪૦/-

પકડાયેલ આરોપીઃ-

(૧) અલ્કેશભાઈ રામસિંગ ભાઈ ચૌહાણ ઉ.વ.૧૮ રહે-ફલીયામોહ, ઘોડઆંબા ફળીયા તા.કઠીવાડા જી.અલીરાજપુર
(૨) કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર
પકડવાનો બાકી ઇસમ:-
(૧) સુનીલભાઈ ચોગઠ રહે-મોરીયા ગામ તા.કઠીવાડા જી.અલીરાજપુર (એમ.પી)
(૨) અતુલ ઉર્ફે અમીત માળી રહે-વડોદરા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here