છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે કર્મા હેલ્થકેર ટ્રસ્ટ દ્રારા સંચાલિત સ્પર્શ સંજીવની સેટેલાઈટ ક્લિનિક ને બે વર્ષ પુર્ણ થતા સ્થાપના દિવસ ઉજવાયો

નસવાડી, (છોટાઉદેપુર) જાવેદ એન કુરેશી :-

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે કર્મા હેલ્થકેર ટ્રસ્ટ દ્રારા સંચાલિત સ્પર્શ સંજીવની સેટેલાઈટ ક્લિનિક ને બે વર્ષ પુર્ણ થયા છે તેને લઈ ૬ માર્ચ ૨૦૨૪ ના રોજ આગેવાનોની ઉપસ્થિતિમાં સ્થાપના દિવસની ઉજવણી ધામ ધુમ થી કરવામાં આવી
આ કાર્યક્રમમાં પ્રમુખ ઉપસ્થિતિ તરીકે કવાંટ ગામના સરપંચ શિલાબેન, માજી સરપંચ રાજુભાઈ, જામલી વગુદણના સરપંચ પ્રેમસિંહ ભાઈ, મહાકાળી મંદિર ટ્રસ્ટ ના પ્રમુખ સેજલભાઈ, ઉદયપુર રાજસ્થાન થી ઉપસ્થિત કન્નન સર, મયંક બંસલ સર, સંસ્થાના પ્રતિનિધિ વિજય વાઘ, સંસ્થાના કર્મચારી વર્ગ વૈશાલી પ્રજાપતિ અને શુંગાભાઈ ડુભીલ સહીત કવાંટ ગ્રામ્યવિસ્તારના ગ્રામ જનો ઉપસ્થિત હતા.
સંસ્થાના પ્રતિનિધિ વિજય વાઘ ના જણાવ્યા મુજબ ગયા બે વર્ષ માં કવાંટ ગ્રામ વિસ્તારના 3800 થી વધારે દર્દીઓને ટેલિમેડિસીનના માધ્યમથી મોટા શહેરોના નિષ્ણાંત ડોકટરો દ્વારા સારવાર મળી. સ્પર્શ સંજીવની સેટેલાઈટ ક્લિનિક ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોવાથી રાહત દરે ડોકટરની ફી અને દવાઓ મફત આપવામાં આવે છે.
કવાંટ ગામમાં સ્થિત આ ક્લિનિક માં અનેક બીમારીઓની સારવાર નિષ્ણાંત ડોકટરોદ્વારા કરવામાં આવે છે જેમાં નાના બાળકોના, ચામડીના રોગો ના, હાડકાના, સ્ત્રી રોગના નિષ્ણાંત, સામાન્ય રોગોના ડોકટર ઓનલાઇન ઉપલબ્ધ થાય છે. સ્પર્શ સંજીવની સેટેલાઈટ ક્લિનિક ની ગુણવત્તાપૂર્ણ સેવાઓના કારણેથી લોકોના પૈસા અને સમયની બચત થાય છે. કવાંટ ના ગ્રામજનોમાં આ કિલનીકનાં ખુલવાથી ઉત્સાહ નું વાતાવરણ છે.અને લોકો સારી એવી સારવાર મેળવી રહ્યાં છે જેનો આનંદ લોકોમાં જોવા મળ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here